Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતની કલાકાર જોડીનો કમાલ: Rajal Barot અને Neha Suthar એ રાજકારણના મંચ પર પણ મેદાન માર્યું

ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં જાણીતી લોકગાયિકા રાજલ બારોટ ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 માંથી 2313 મતો સાથે વિજેતા થયા છે. બીજી તરફ, વિજાપુર તાલુકા પંચાયત બેઠક પર જાણીતા સિંગર અને ઈન્ફ્લુએન્સર નેહા સુથારે 1390 મતોની સરસાઈથી જીત મેળવી છે. બંને કલાકારો હવે ભાજપના પ્રતિનિધિ તરીકે જાહેર સેવાની નવી ઇનિંગ શરૂ કરશે.
ગુજરાતની કલાકાર જોડીનો કમાલ  rajal barot અને neha suthar એ રાજકારણના મંચ પર પણ મેદાન માર્યું
Advertisement
  • Rajal Barot એ ઉનામાં ભવ્ય વિજય મેળવ્યો
  • Neha Suthar એ વિજાપુરમાં જંગી સરસાઈ મેળવી
  • કલા જગત માટે આ ગૌરવની ક્ષણ

Rajal Barot And Neha Suthar Win: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 7 માંથી ભાજપ ઉમેદવાર અને પ્રખ્યાત લોક ગાયિકા રાજલ બારોટે (Rajal Barot) ભવ્ય વિજય હાંસલ કર્યો છે. લોકપ્રિય સ્વ. મણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટને કુલ 2313 મતો મળતા તેઓ વિજેતા બન્યા છે. અત્યાર સુધી માત્ર લોકસંગીત (Folk Music) અને સ્ટેજ પ્રોગ્રામ્સ દ્વારા લોકોના દિલ જીતનાર આ કલાકાર હવે રાજકારણમાં (Politics) સત્તાવાર રીતે પ્રવેશ કરી રહ્યા છે. જાહેર જીવનમાં નવી જવાબદારી સ્વીકારીને તેઓ ઉનાના વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન આપવા માટે સજ્જ થયા છે.

વિજાપુર તાલુકા પંચાયત બેઠક પર Neha Suthar  ની જીત

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકા પંચાયતની બેઠક પર જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) અને ગાયિકા નેહા સુથારે કેસરીયો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા નેહા સુથારે (Neha Suthar) 1390 થી વધુ મતોની જંગી સરસાઈ (Lead) સાથે જીત મેળવી છે. મોડેલિંગ (Modeling) અને સિંગિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા નેહા સુથારની આ જીત દર્શાવે છે કે જનતાએ ગ્લેમરની સાથે સાથે યુવા નેતૃત્વ પર પણ વિશ્વાસ મૂક્યો છે. વિજાપુરના મતદારોએ (Voters) નેહા સુથારને જંગી મતે જીતાડીને પંચાયતમાં તેમનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

Advertisement

Advertisement

ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Local Body Elections) બે જાણીતા મહિલા કલાકારોની જીત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. રાજલ બારોટ અને નેહા સુથાર બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્થાપિત નામ છે, પરંતુ હવે તેઓ સત્તાના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલવા (Solve Problems) અને લોકસેવા કરવા માટે સજ્જ બન્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કલાકારો પર જે ભરોસો મૂક્યો હતો, તે મતદારોએ મહોર મારીને સાર્થક કર્યો છે. આગામી સમયમાં આ કલાકારો પોતાના મતવિસ્તારમાં વહીવટી કૌશલ્ય અને જનસંપર્ક દ્વારા કેવી રીતે કાર્ય કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ Local Body Election Results: માયાભાઈ આહીરની દીકરીની હાર, ધીરુભાઈ સરવૈયાના પુત્રની મોટી જીત!

Tags :
Advertisement

.

×