Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, OBC અનામત મુદ્દે અટકી પડી હતી ચૂંટણીઓ
- રાજ્યની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જાહેર
- આજે બપોરે 3 કલાકે ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ યોજાશે
- OBC અનામત મુદ્દે અટકી પડી હતી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા
Gram Panchayat Election : આજે બપોરે 3 કલાકની આસપાસ ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે. અગાઉ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. આમ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે.
શા માટે ચૂંટણી અટકી પડી હતી ?
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઓબીસી માટે અનામત 27 ટકા કરવા માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. જો કે હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ VADODARA : અષાઢી બીજની તૈયારીઓ શરૂ, સભાગૃહમાં રંગરોગાન, રથ બહાર કઢાયો
બપોરે 3 કલાકે ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ
OBC અનામત મુદ્દે રાજ્યની અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી હવે યોજાશે. આ મુદ્દે ચૂંટણી આયોગ આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની આખરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
રાજ્યની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે જાહેર
આજે બપોરે 3 કલાકે ચૂંટણી આયોગની પ્રેસ કોન્ફરન્સ
OBC અનામત મુદ્દે અટકી પડી હતી ચૂંટણી પ્રક્રિયા
લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પેન્ડિંગ#Gujarat #gujaratelection #OBC #panchyatelection2025 #panchyatelection #gujaratfirst pic.twitter.com/f4mQ8HxNhR— Gujarat First (@GujaratFirst) May 28, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Chandola Demolition : ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું, 15 થી વધુ JCB સ્થળ પર હાજર