Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની દરેક સરકારી કચેરીનું વિજ બિલ થશે 0, સરકારે કરી 419 કરોડ રૂપિયાની જોગવાઇ

ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹419 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ 2047 માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે.
ગુજરાતની દરેક સરકારી કચેરીનું વિજ બિલ થશે 0  સરકારે કરી 419 કરોડ રૂપિયાની જોગવાઇ
Advertisement

ગાંધીનગર : ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹419 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ 2047 માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે.

દરેક કચેરી પર લાગશે સોલાર પેનલ

રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹255 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેથી હવે રાજ્યની દરેક સરકારી કચેરીમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ₹25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે

Advertisement

ગૌશાળા પાંજરાપોળમાં બનશે ગોબર ગેસ પ્લાન્ટ

ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ટ્રાયબલ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ બેસાડવા માટે આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોમાં મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે ₹33 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીના વિઝનને સફળ બનાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” મંત્રને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોના “સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક” (Living Well & Earning Well) સાથે ગુજરાત વિકસિત ભારત 2047 ના સંકલ્પને પરિપૂર્ણ કરવા વિકસિત ગુજરાત 2047 ના રોડ મેપ પર આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Tags :
Advertisement

.

×