ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sad demise : કથકના એક યુગનો અંતઃ-પદ્મ વિભૂષણ નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન

2010માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગના
04:12 PM Apr 12, 2025 IST | Kanu Jani
2010માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગના

Sad demise : ગુજરાતના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર અમદાવાદના કુમુદિની રજનીકાંત લાખિયાનું આજે 95 વરસની વયે નિધન થયું. 

કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી એમને સન્માનવામાં આવેલાં.

કુમુદિની લાખિયા (જન્મ 17 મે 1930)એ એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા (કોરિયોગ્રાફર) હતાં. કુમુદિની લાખિયાએ ઈ.સ.1967માં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા છે.  તેમની કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ સાથે નૃત્ય કરીને કરી હતી કારણ કે તેમણે પશ્ચિમનો પ્રવાસ કર્યો હતો ,તે ભારતીય નૃત્યને પ્રથમ વખત વિદેશમાં લોકોની નજરમાં લાવનાર હતાં અને પછી તે નૃત્યાંગના અને કોરિયોગ્રાફર બન્યાં હતાં. તતેમણે એ પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ પાસેથી અને પછી શંભુ મહારાજ પાસેથી નૃત્યની તાલીમ લીધેલી. .

જીવન આખું કલાક્ષેત્રને સમર્પિત કરનાર કુમુદિની લાખિયાને સમય સમય પર વિવિધ સંસ્થાઓએ સન્માનિત કરેલ.  

પુરસ્કારો અને સન્માન

1987માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી

2010માં પદ્મ ભૂષણ

1982માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી પુરસ્કાર

વર્ષ 2002-03 માટે કાલિદાસ સન્માન

2011માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન

કેરળ સરકાર દ્વારા ગુરુ ગોપીનાથ દેસીયા નાટ્ય પુરસ્કારમ (2021)

કુમુદિની લાખિયાની 'કદંબ સંસ્થા'માં તાલીમ લઈ અનેક કલાકારોએ કથકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગજું કાઢ્યું છે.

આ પણ વાંચો : VADODARA : PSI ની પરીક્ષામાં ઉમેદવારોની મદદ માટે ટ્રાફિક પોલીસે કમર કસી

Tags :
Sad demise
Next Article