Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ AAP માં ડખો, વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

અહેવાલ - દિનેશ મકવાણા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ભરૂચમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અગ્રણીનું રાજીનામું બાદ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે બે હોદ્દેદારો કે જે પાયાના હોદ્દેદાર હોય તેમને પક્ષ...
ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ aap માં ડખો  વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ભરૂચમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અગ્રણીનું રાજીનામું બાદ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે બે હોદ્દેદારો કે જે પાયાના હોદ્દેદાર હોય તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યો હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરી લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આમ આદમી પાર્ટીમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે

Advertisement

ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ઊર્મિબેન વાનાણી રહ્યા અને તેમને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું હતું. પરંતુ પ્રદેશમાં પણ તેમની વાત ન સંભળાતી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી તેઓએ ૩ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનો લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. જેને લઇ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં ગણ ગણાટ જોવા મળ્યો હતો અને ઊર્મિબેન વાનાણી પાયાના હોદ્દેદાર રહ્યા છે કારણ કે ભરૂચમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર ઊર્મિ વાનાણી હોવાનું માનવામાં આવે છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી જ સાદિક લવલી અને મુન્નાભાઈ પણ પોતાના પક્ષને વફાદાર રહી સક્ષમ રહીને પણ પાર્ટીને અડીખમ રાખી છે. તાજેતરમાં જ પાયાના બંને હોદ્દેદાર સલીમ લવલી અને મુન્નાભાઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હોવાના લેટર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અને હોદ્દેદારોના કેટલાક ઓડિયો પણ વાયરલ થયા છે જેમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ કરતાં ઓડિયો રાજકારણમાં કુતૂહલ સર્જી રહ્યો છે.

એક તરફ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર નહીં ઉભો રાખી આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવા માટેના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે અને તેવામાં જ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોના અંદરો અંદર ડખાના કારણે ભાજપ કોંગ્રેસમાં પણ ગણ ગણાટ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં જ એકતા નહીં જળવાઈ તો ભરૂચ જિલ્લામાં ભાજપ પોતાની જે પ્રમાણે 30 વર્ષથી જાળવી રાખી છે તે પ્રમાણે જ ફરી જાળવી રાખે તેવા અણસારો ચર્ચા રહ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : BJP કાર્યકરના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરી પોલીસને ચેલેન્જ આપનારો મોન્ટુ નામદાર ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×