ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આસો નવરાત્રીના અંતિમ દિવસે પણ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને નવરાત્રિના અંતિમ દિવસે પણ ભક્તોએ માતાજીની આરાધના કરવા સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ઘણા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઊઠ્યા હતા.અને ભરૂચ...
05:36 PM Oct 24, 2023 IST | Maitri makwana
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને નવરાત્રિના અંતિમ દિવસે પણ ભક્તોએ માતાજીની આરાધના કરવા સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ઘણા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઊઠ્યા હતા.અને ભરૂચ...

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને નવરાત્રિના અંતિમ દિવસે પણ ભક્તોએ માતાજીની આરાધના કરવા સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ઘણા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઊઠ્યા હતા.અને ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર આઈજી રેન્જ સંદીપ સિંગએ પણમાં જગદંબાની આરાધના કરી હતી.

માં જગદંબાની આરાધનાનો પ્રવાસો નવરાત્રીની ૯ દિવસ ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. ભરૂચના પોલીસ પરિવાર દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા ગ્રાઉન્ડ અને ખેલૈયાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ ગયું છે.અને આ ગરબા ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીના અંતિમ દિવસે આરતીમાં આઈજી રેન્જ સંદીપ સિંગ સાહેબ સાથે એસપી મયુર ચાવડા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહીતના મહાનુભવેમાં જગદંબાની આરતીનો લાભ લઈ અંતિમ દિવસે પણ ગરબાની રોનક જામી હતી.અને આસો નવરાત્રિના અંતિમ દિવસે પણ મોડીરાત્રીથી વહેલી સવાર સુધી ગરબા ગ્રાઉન્ડ સતત ખેલૈયાઓથી ભરચક રહ્યું હતું માં જગદંબાની આરાધનામાં હજારો ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.ખેલૈયાઓએ પણ વિવિધ અવનવા પરિધાન સાથે ગરબાની રમઝટ બોલાવીમાં જગદંબાની આરાધનામાં મગ્ન બન્યા હતા.

આસો નવરાત્રિના અંતિમ દિવસે પણ ભરૂચ જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડઓ ખેલૈયાઓથી ઉભરાયા હતા.તો રીધમ ગરબા ગ્રાઉન્ડ ઉપર આસો નવરાત્રિના અંતિમ દિવસે પણ શ્રીરામ થીમ ઉપર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.અને વિવિધ વેશ ધારણ કરીને માં જગદંબાની આરાધનામાં ખેલૈયાઓ મગ્ન બન્યા હતા.અને અંતિમ દિવસે પણ ગરબાની રમઝટ સાથે માં અંબાની ભક્તિમાં ખેલૈયાઓ ભકતો મગ્ન બન્યા હતા.

આ પણ વાંચો – ભરૂચના સિંધવાઇ મંદિરે દશેરાએ દેવું ઉતારવા લોકો દ્વારા અનોખી પૂજા, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Aso NavratriBharuchDevoteesGarbaGujaratlast day
Next Article