Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fact Check: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ લખી ગયું પ્રેમની દાસ્તાન? સત્ય આવ્યું સામે

જાણીએ વાયરલ ફોટાની સાચાઈ અને મીથકનું વિસ્લેષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લખ્યું રાજેશ લવ પિંકી વાયરલ ફોટાની વિગતવાર તપાસ કરતા સામે આવ્યું સત્ય Fact Check: ગુજરાતમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ખ્યાતી ધરાવે છે....
fact check  સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ લખી ગયું પ્રેમની દાસ્તાન  સત્ય આવ્યું સામે
Advertisement
  1. જાણીએ વાયરલ ફોટાની સાચાઈ અને મીથકનું વિસ્લેષણ
  2. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લખ્યું રાજેશ લવ પિંકી
  3. વાયરલ ફોટાની વિગતવાર તપાસ કરતા સામે આવ્યું સત્ય

Fact Check: ગુજરાતમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ખ્યાતી ધરાવે છે. હાલમાં સ્ટેચ્ચુ ઓફ યુનિટી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ થતી પોસ્ટમાં સરદાર પટેલની પ્રતિમાના ચહેરા પર ‘રાજેશ લવ પિંકી’ નામ લખાયેલા છે. આ પોસ્ટે અત્યારે ભારે ચર્ચા જમાવી છે. પરંતુ તેને લઈને શું હકીકત (Fact Check) છે તેની તપાસ થવી ખુબ જ જરૂરૂ છે.

આ પણ વાંચો: Bhikhusinh Parmar: કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ! રાજ્યકક્ષાના મંત્રીએ ભુવા વિધિને કરી પ્રોત્સાહિત

Advertisement

2018 થી અનેક મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર થઈ આવી પોસ્ટ

નોંધનીય વાયરલ ફોટાની વિગતવાર તપાસ (Fact Check) કરવામાં આવી અને હકીકત સામે આવી કે આ ફોટો વાસ્તવિક નથી. આ ફોટા અંગે અનેક મિડિયા પ્લેટફોર્મ્સ પર 2018 થી પોસ્ટ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ વૈશ્વિક મીડિયા દ્વારા આ ફોટોની માન્યતા આપવામાં આવી નથી. મીડિયા સાચી તસ્વીર શોધવામાં આવી જે વિવિધ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી અને પીઆઇટી દ્વારા પણ એક પોસ્ટ કરવામાં આવી હતી. જ્યારે આ ફોટામાં દર્શાવેલા દાવાની પુષ્ટિ ન મળતાં, એવું સ્પષ્ટ થાય છે કે આ પોસ્ટ ફક્ત ખોટી માહિતી ફેલાવવાની કરેલી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: જન્માષ્ટમી પૂર્વે રાજ્યમાં મેઘરાજાની મહેરબાની, રાજ્યમાં વરસાદની ધમાકેદાર મોસમ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાસ્તવિક માહિતી વિશે વાત કરી તો...

સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર (597 ફીટ) ઊંચી છે અને નર્મદા નદીના કિનારા પર સ્થાપિત છે. પ્રવાસીઓ ફક્ત 135 મીટર ઊંચાઈ સુધી પહોંચી શકે છે, કારણ કે લિફ્ટની ગતિ 4 મીટર પ્રતિ સેકંડ છે. તેથી, પ્રતિમાના ટોચ પર નામ લખવાની શક્યતા ન હોવાને કારણે, આ દાવા અસત્ય છે. મીડિયા દ્વારા મળતી માહિતી અને વધુ તપાસથી સ્પષ્ટ થાય છે કે આ વાયરલ પોસ્ટમાં કોઈપણ સત્યતા નથી. સોશિયલ મીડિયામાં નામના માટે આ પોસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, 66 જળાશયોને હાઈએલર્ટ પર; ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ

Tags :
Advertisement

.

×