Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ
10 વર્ષથી કડીના રાજપુરમાં ચાલતી હતી ભૂતિયા કોલેજ શારદા કોલેજ ઓફ એજ્યુકેશનનું જોડાણ આખરે રદ્દ રાજ્યના શિક્ષણ વિભાગના ઉપ સચિવે કર્યો આદેશ ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહીનો કર્યો હુકમ Gujarat: ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર ચાલી રહીં છે. ગુજરાતમાં...
Advertisement
- 10 વર્ષથી કડીના રાજપુરમાં ચાલતી હતી ભૂતિયા કોલેજ
- શારદા કોલેજ ઓફ એજ્યુકેશનનું જોડાણ આખરે રદ્દ
- રાજ્યના શિક્ષણ વિભાગના ઉપ સચિવે કર્યો આદેશ
- ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહીનો કર્યો હુકમ
Gujarat: ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર ચાલી રહીં છે. ગુજરાતમાં છાસવારે કંઈકને કંઈક નકલી ઝડપાય છે. વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ છે. જે ગુજરાત ગાંધી અને સરદારના નામે ઓળખાય છે તે હવે નકલી અને કૌભાંડી ગુજરાત તરીકે ઓળખાઈ રહ્યું છે. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે બી.એડ. કોલેજ ઝડપાઈ છે. શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

