ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહેસાણા ખાતેથી બનાવટી જીરું બનાવતી ફેકટરી પકડાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી

અહેવાલ - સંજય જોશી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ જણાવ્યું છે....
08:52 PM Dec 11, 2023 IST | Hardik Shah
અહેવાલ - સંજય જોશી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ જણાવ્યું છે....

અહેવાલ - સંજય જોશી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી શ્રી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.

પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો ૬૪૩ લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો ૨૫૮ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૫,૨૯૮ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૪,૭૧૮ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.

સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ ૪ નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - GUJARAT: વધુ એક સિદ્ધી ગુજરાતી દ્વારા હાંસિલ કરાઈ, વિસનગરના વિદ્યાર્થીએ ગુજરાતની શાન વધારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Fake cumin factory caughtFood and DrugFood and Drug AdministrationGujaratGujarat FirstGujarat NewsMahesanaMahesana News
Next Article