Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutchમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડાયું

Fake driving license બનાવવાનું કારસ્તાન પકડી પાડીને ગામના યુવકની 10 નકલી લાયસન્સ અને લેપટોપ સહિતના સરસામાન સાથે પોલીસે ધરપકડ કરી
kutchમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડાયું
Advertisement
  • કોટડા જડોદરમાં દુકાનમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ (Fake driving license) બનાવતા હતા
  • સ્થાનિક પોલીસે 10 નકલી લાયસન્સ સહિતના સરસામાન ઝડપ્યો
  • પોલીસે બાતમીના આધારે આરોપીને દબોચી લીધો છે

Gujaratમાં નકલીઓનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ સમાચારો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં બોગસ ડોકટરોનો રાફડો હતો તેની લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ હાલમાં ગાંધીધામમાંથી નકલી ઇડીની ટીમ ઝડપાઇ હતી. ત્યારે નખત્રાણા પોલીસે તાલુકાના કોટડા જડોદર ગામમાંથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ (Fake driving license) બનાવવાનું કારસ્તાન પકડી પાડીને ગામના યુવકની 10 નકલી લાયસન્સ અને લેપટોપ સહિતના સરસામાન સાથે ધરપકડ કરી છે.

પોલીસ ટીમે ભરતની દુકાનમાં દરોડો પાડ્યો હતો

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે, કોટડા જડોદર ગામે રહેતા ભરત ખેતાલાલ મેરીયાએ ગામની મેઇન બજારમાં પોતાના કબજાની રામદેવ ઓનલાઇન પોઇન્ટ નામની દુકાનમાં ગેરકાયદેસર લાયસન્સ (Fake driving license) બનાવીને તેનું વેચાણ કરે છે. જેથી પોલીસ ટીમે ભરતની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દુકાનમાંથી લેપટોપમાં બનાવટી ડ્રાઇવીંગ લાયસન્સની પીડીએફ ફાઇલો તથા 10 ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડકોપી મળી આવી હતી. ડ્રાઇવિંગ લાયસન્સ છાપવાના સફેદ કાર્ડ અને લેમીનેશન માટેના પ્લાસ્ટિક કવરો મળી આવ્યા હતા. જેમાં નખત્રાણા પોલીસે આરોપી ભરત મેરીયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને આરટીઓ કચેરીમાં લાયસન્સની ખરાઇ કર્યા બાદ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: GST કાઉન્સિલની આજે બેઠક, પાનમસાલા, કપડા, જૂતા બધુ જ મોંઘુ કરવા માટેની તૈયારી

વિવિધ નામના દસ નકલી લાયસન્સ સાથેનો મુ્દામાલ કબ્જે

પોલીસે દસ હજારની કિંમતનું લેપટોપ, લાયસન્સ છાપવાના કાર્ડ અને લેમીનેશન કવર, અને દસ હજારના બે મોબાઇલ તથા વિજય પારાધી, રમેશભાઇ વણકર, તૈયાર હાલેપોત્રા, ધ્રુવરાજસિંહ જાડેજા, ઇમરાન સમેજા, ઇમરાન જાગોરા, ભાવેશ હમીર કોલી, પ્રકાસ માતંગ, ભરત મહેશ્વરી, ઇસ્માલ મહેમુબ રાઠોડ નામના દસ નકલી લાયસન્સ (Fake driving license) સાથેનો મુ્દામાલ કબ્જે કર્યો હતો.

અમદાવાદ શહેરમાં નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતી ટોળકીનો પર્દાફાશ

અગાઉ અમદાવાદ શહેરમાં નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ (Fake driving license) બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરીને બનાવટી લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતુ. ક્રાઈમ બ્રાંચે મળેલી બાતમીના આધારે અફસરુલ શેખ અને મારુફમુલ્લા નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 19 ડ્રાઈવિંગ લાઈસન્સ, 5 આધારકાર્ડ, 3 પાન કાર્ડ, 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટા, બનાવટી લાઇસન્સ બનાવવા માટે વપરાતા ચીપવાળા કાર્ડ અને ચીપ વગરના 20 કાર્ડ જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 39 જેટલા બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું હતુ.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

Tags :
Advertisement

.

×