ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha: અસલી પોલીસના સકંજામાં નકલી પોલીસ, મેળામાં સરાજાહેર ડંડાથી કરી યુવકની ધોલાઈ!

નકલી પોલીસ કર્મી બની તોડબાજી કરતા અનેક શખ્સો જોયા હશે. આજે વાત કરીશું એક એવા આરોપીની જે પોલીસ ન હોવા છતાં ખાખી પેન્ટ પહેરી અને હાથમાં ડંડો લઈ સિંઘમ બની ફરતો અને પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો. આવી રીતે તાજેતરમાં આ નકલી સિંઘમે એક યુવકને ઢોર માર મારવો ભારે પડ્યો છે..
12:26 AM Apr 02, 2025 IST | Vishal Khamar
નકલી પોલીસ કર્મી બની તોડબાજી કરતા અનેક શખ્સો જોયા હશે. આજે વાત કરીશું એક એવા આરોપીની જે પોલીસ ન હોવા છતાં ખાખી પેન્ટ પહેરી અને હાથમાં ડંડો લઈ સિંઘમ બની ફરતો અને પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો. આવી રીતે તાજેતરમાં આ નકલી સિંઘમે એક યુવકને ઢોર માર મારવો ભારે પડ્યો છે..
Sabarkantah Newz gujatay first

યુવક હાથમાં ડંડો લઈ સિંઘમ સ્ટાઈલમાં એક યુવકને માર મારવા લાગે છે. ખાખી પેન્ટ પહેરેલો એક શખ્સ હાથમાં ડંડો લઈ યુવકને માર મારતો હોય છે.એટલીવારમાં આ સાહેબ પોલીસ હોય એ રીતે આવે છે અને એ જ ડંડાથી યુવકને માર મારવા લાગે છે. અહીં ઉભા રહેલા લોકો તેનો વીડિયો બનાવે છે. આ નકલી પોલીસ અસલી પોલીસનાં હાથે ઝડપાઈ જતા જોવા જેવી થાય છે. જે બાદ આરોપીએ કેવી રીતે યુવકને ડંડાથી માર માર્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પોલીસ કરાવી રહી છે. બે કાન પકડી માફી પણ મંગાવી રહી છે.

સાબરકાઠાના ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. આ મેળામાં સગા સંબંધીઓની તર્પણ વિધિ કરવા આખો સમાજ ભેગો થાય છે. પરિજનોને યાદ કરી એક સાથે હજારો લોકો શોક વ્યક્ત કરતા હોય છે. આ સાથે યુવા વર્ગના લોકો તેમના જીવનસાથી શોધવા માટે આવતા હોય છે. આ મેળામાં પાર્થ પટેલ પોલીસનો મિત્ર હોવાનું કહી આવ્યો. પોલીસની જેમ વ્હાઈટ શર્ટ અને ખાખી જેવું પેન્ટ પહેર્યુ હતું. અહીં આવ્યા બાદ પોલીસ તરીકે રોફ જમાવી એક યુવકને લાકડીથી માર માર્યો હતો. પોલીસે આરોપી પાર્થને પકડી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાત ફર્સ્ટ દ્વારા હાથ ધરાયું રિયાલીટી ચેક, વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં ગંભીર બેદરકારી સામે આવી

પોલીસે આરોપીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. તેના પ્રોફાઈલમાં પાર્થનો હાથમાં લાકડી અને ખાખી પેન્ટ પહેરેલો પ્રોફાઈલ ફોટો જોવા મળે છે. તેના એકાઉન્ટના ડિસ્ક્રીપ્શનમાં સિંઘમ લખી ઈમોજી સાથે પોલીસની ગાડી જોવા મળે છે. આવી રીતે વીડિયો અને રીલ્સ બનાવતો હતો. પોલીસ ન હોવા છતાં ખાખીનો પાવર બતાવનાર પાર્થ પટેલની હેકડી અસલી પોલીસે ઉતારી દીધી છે.અને એ સમજાવી દીધું છે કે, અસલી ખાખીનો ખોફ શું હોય..

આ પણ વાંચોઃ Jamnagar : દેહવ્યાપારના વેપલા માટે આરોપીએ અપનાવ્યો એવો કીમિયો, જાણી ચોંકી જશો

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSSabarkantha Fake PoliceSabarkantha NewsSabarkantha Police
Next Article