Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banas Dairy એ જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ, શંકર ચૌધરીની મહેનત રંગ લાવી

વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ના આહ્વાનને અનુસરીને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જળ સંચય માટે તળાવ બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેનું ફળ હવે મળી રહ્યું છે. વાંચો વિગતવાર.
banas dairy એ   જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ  શંકર ચૌધરીની મહેનત રંગ લાવી
Advertisement
  • PM મોદીના આહવાન બાદ બનાસ ડેરીના ચેરમેન Shankar Chaudhary એ ઉપાડી હતી ઝૂંબેશ
  • સમગ્ર જિલ્લામાં ડેરીએ શરૂ કર્યું હતું જળ સંચય માટે તળાવ અભિયાન
  • જિલ્લામાં બનાસ ડેરીએ જનભાગીદારીથી બનાવ્યા 325થી વધુ તળાવો
  • તળાવોનું પાણી સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રે આશીર્વાદ સમાન સાબિત થશે

Banas Dairy : વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Modi) ના આહ્વાનને અનુસરીને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જળ સંચય માટે તળાવ બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. સમગ્ર જિલ્લામાં બનાસ ડેરીએ જળ સંચય માટે જનભાગીદારી સાથે 325 વધુ તળાવો બનાવ્યા છે. હવે બનાસ ડેરીએ જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તળાવોમાં જમા થયેલ પાણી સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રે આશીર્વાદ સમાન સાબિત થશે. બનાસ ડેરી અને શંકર ચૌધરી (Shankar Chaudhary) ની મહેનત રંગ લાવી છે.

કુલ 325 તળાવો બનાવ્યા

બનાસ ડેરીએ જળ સંચય માટે જનભાગીદારીથી કુલ 325 તળાવો બનાવ્યા હતા. બનાસકાંઠામાં શ્રીકાર વર્ષા થતાં આ તળાવો ઓવરફ્લો થયા છે. જેમાં દાંતીવાડા તાલુકામાં બનાવેલ વેલાવાસ મહાદેવિયા તળાવ, ધાનેરી ટેબાવાળુ તળાવ, ફતેપુરા તળાવ, બોરિયા તળાવ, રાણીટૂંક અને ચોડુંગરી સહિત અનેક તળાવ ઓવરફ્લો થયા છે. આ જળસંચય માટેના તળાવો ઓવરફ્લો થતાં જ ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ છવાયો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, જાણો ક્યા છે ભારે મેઘની આગાહી

બનાસકાંઠા બનશે પાણીદાર જિલ્લો

બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત હોવાની વર્ષો જૂની છાપ હવે બદલાઈ રહી છે. વડાપ્રધાન મોદીના જળસંચયના આહવાનને શંકર ચૌધરી અને બનાસ ડેરી સુપેરે અનુસર્યા છે. તેમને જનભાગીદારીથી જળ સંચય માટે સમગ્ર જિલ્લામાં 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યુ હતું. જેમાં આ વર્ષે શ્રીકાર વર્ષા થતા આ તળાવો ઓવરફ્લો થયા છે. આ તળાવોમાં સંગ્રહ થયેલ પાણી બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ અને પશુપાલકોને પશુપાલન માટે ખૂબજ ઉપયોગી થશે તેમાં કોઈ બેમત નથી. તેથી બનાસકાંઠા પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. બનાસ ડેરી અને શંકર ચૌધરીની મહેનત રંગ લાવી છે. વડાપ્રધાન મોદીના આહ્વાન અને શંકર ચૌધરીએ કરેલ મહેનત અને જહેમતને લીધે બનાસકાંઠા જિલ્લો હવે પાણીદાર જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ Air India Plane Crash: ઇંધણ કાપ, એન્જિન બંધ... 270 લોકોના મોત માટે કોણ જવાબદાર? હવે આ 3 બાબતની તપાસ કરાશે

Tags :
Advertisement

.

×