Bhavnagar : તલના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ
- ભાવનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટુ
- તલના ભાવ નહી મળતા ખેડૂતો મુશ્કેલીમાં
- સરકાર દ્વારા ટેકાના ભાવે તલની ખરીદી કરવામાં આવેઃ ખેડૂતો
ભાવનગર જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટુ જોવા મળી રહ્યું છે. હોંશે હોંશે ખેડૂતોએ પોતાના ખેતરમાં તલનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ હાલ તલના માર્કેટયાર્ડમાં ભાવ નહી મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. હાલ 1600 થી 1800 જેટલા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે તલના ભાવ 1700 થી 2200 રૂપિયા જેટલો મળી રહ્યા હતા. પરંતું એકાએક તલના ભાવ તૂટતા ખેડૂતોને ફરી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે તલની ખરીદી કરવામાં આવે તેવી માંગ
એક તરફ કમોસમી માવઠાનો માર બીજી તરફ ખેડૂતોને પાકેલી જણસનો પોષણક્ષમ ભાવ નહી મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને તલના પોષણક્ષમ ભાવ નહી મળતા પડ્યા પર પાટુ જોવા મળ્યું છે. આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે, ગત વર્ષે તલના જે પ્રમાણે ભાવ મળતા હતા. તે હાલ મળી રહ્યા નથી. ગત વર્ષે આજ તલના ભાવ 3500 થી 4000 મળતા હતા. તે ઘટીને માત્ર 2500 થી લઈ 3000 થઈ ગયા છે. સફેદ તલના ભાવની વાત કરીએ તો સફેદ તલ ગત વર્ષ 3000 થી 3500 માં વેચાયા હતા. આજે માત્ર 1400 થી 1600 જેટલો ભાવ થઈ જતા ખેડૂતોને ફરી એકવાર પડયા પર પાટુ જોવા મળી રહ્યું છે. તેલના પાકમાં ખેડૂતોને ખૂબ મહેનત કરવી પડી છે. મોંઘાદાટ ખાતર તેમજ બિયારણ નાંખીને પાકની માવજત કરવામાં આવે છે. પરંતુ યાર્ડ સુધી આ જણસ પહોંચે ત્યારે તેના ભાવ નથી મળતા. આ બાબતે સરકાર દ્વારા સત્વરે તલમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે
તલના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં
આઠ દિવસ પહેલા પડેલા વરસાદના કારણે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ગગડી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. જેને કારણે ખેડૂતો ઓછા ભાવે તલ જણસ વેચાણ કરવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની સિઝન હોવાના કારણે બીજા પાકોમાં નિંદામણ કરવાની હોય અને તેને લઈ હાલ ખેડૂતો ન છૂટકે પણ ઓછા ભાવે તલ, જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચોઃ Surat : માંગરોળનાં ધામદોડ ગામે Hit and Run માં બે લોકોના મોત, વાહન ચાલક ફરાર