ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાકા કહેતી કિશોરીને પિતાના મિત્રએ બનાવી ગર્ભવતી, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

સુરત શહેરમાં દીકરીના સંબધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ખુદ મિત્ર દ્વારા મિત્રની દીકરી ઉપર દાનત બગાડવામાં આવી છે. કાકા કહેતી રાંદેર વિસ્તારની માનસિક અસ્થિર દીકરી ઉપર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનામાં સતત...
03:58 PM Apr 18, 2023 IST | Hardik Shah
સુરત શહેરમાં દીકરીના સંબધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ખુદ મિત્ર દ્વારા મિત્રની દીકરી ઉપર દાનત બગાડવામાં આવી છે. કાકા કહેતી રાંદેર વિસ્તારની માનસિક અસ્થિર દીકરી ઉપર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનામાં સતત...

સુરત શહેરમાં દીકરીના સંબધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ખુદ મિત્ર દ્વારા મિત્રની દીકરી ઉપર દાનત બગાડવામાં આવી છે. કાકા કહેતી રાંદેર વિસ્તારની માનસિક અસ્થિર દીકરી ઉપર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, તેવામાં વધુ એક ઘટના બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડ મિત્રએ તેને જ કાકા કહેતી દીકરી ઉપર દાનત બગાડી હતી. પિતા સાથે મિત્રતા રહેતા અવાર-નવાર ઘરે આવતા મિત્રએ ઘરમાં દીકરી એકલી હોવાનો લાભ લઇ તેને ધમકાવી હતી. માત્ર 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું સાથે જ જો આ વાત કોઈ ને પણ કહેશે તો તેને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ત્યારબાદ પણ દીકરીને બહાર લઈ જવાની લાલચ આપી રાંદેરના પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સમગ્ર મામલો એક વર્ષ સુધી ચાલ્યો ત્યારબાદ અચાનક એક દિવસ કિશોરીને ગર્ભ રહેતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

13 વર્ષની કિશોરીને છ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર મામલો સામે આવતા પરિવારે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે કિશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રાંદેર પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીને હાલ સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ અંગે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડના મિત્રએ દીકરીને પીંખી નાખી હતી. આરોપી આધેડ પાલ કેનાલ રોડ પર આભૂષણ રેસીડેન્સીમાં રહે છે. જેનું નામ નવીન દામજીભાઈ ડાવરા જાણવા મળ્યું છે. નરાધમ અવાર-નવાર મિત્રના ઘરે આવતો જતો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉ નવીન મિત્રના ઘરે ગયો હતો એ દરમિયાન ઘરે કોઈ હાજર ન રહેતા તેને દીકરી સાથે જબરદસ્તી કરી હતી. એ સમયે મિત્રની 13 વર્ષની દીકરી ઘરમાં એકલી સૂતી હતી. જેથી ઘરે કોઈ હાજર ન રહેતા તકનો લાભ લઇ ઘરમાં સુતેલી દીકરીને ધમકાવી હતી સાથે જ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ જો કિશોરી કોઈ ને કરશે તો તેને મારી નાખશે જેવી ધમકી આપી હતી. જેથી હેવાન આધેડથી ડરી ગયેલી કિશોરીએ આ વાતની જાણ કોઈને ન કરી પરંતુ છેલ્લા એક વર્ષથી નવીનનો શિકાર બનતી કિશોરી ગર્ભવતી બનતા આરોપીની કરતૂત બહાર આવી હતી.

વાત અહીં જ પૂરી થતી નથી તે પછી પણ છ સાત મહિના અગાઉ ફરીથી કિશોરીના ઘરે જઈ દુષ્કર્મ કર્યું હતું. સાથે જ મિત્રના સામે દીકરીને જમવા સાથે લઈ જવું છું કહી ફરી દુષ્કર્મ કર્યું હતું. નવીન દીકરીને અડાજણમાં પ્રાઈમાર્કેટની પાછળ આવેલ એક ગાર્ડનમાં લઈ ગયો હતો. એ જગ્યા એ તેને કિશોરીની સાથે જબરદસ્તી કરી હતી. તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ નવીન ફરાર થઈ ગયો હતો. પરંતું ગતરોજ કિશોરીને પેટમાં દુખાવો થતાં તેને તેના પિતા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કિશોરીને 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસે સ્મીમેર હોસ્પિટલ પહોંચી કિશોરીની પૂછપરછ કરી હતી. કિશોરીની પૂછપરછ બાદ પોલીસે કિશોરીના પિતાને જણાવ્યું હતું કે તેના મિત્રો નવીન ડાવરા દ્વારા તેની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જે બાદ પોલીસે આરોપી નવીન વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - રાજકોટ ભાજપમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 15 સભ્યોના અચાનક લઈ લેવાયા રાજીનામાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Father's friendLegal ActionpolicePolice took legal actionPregnant by her UncleRapeSurat newsteenager pregnant
Next Article