Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ
- અમદાવાદમાં AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો
- પ્રશ્નપત્ર અને જવાબવહીના સિરીઝ નંબર અલગ અલગ: યુવરાજ સિંહ
- વિદ્યાર્થીને 12:30ના બદલે 1 વાગે પેપર આપવામાં આવ્યું: યુવરાજ સિંહ
Ahmedabad: સરકારી નોકરી માટે અત્યારે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી જેમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. સરખેજની કુવૈસ શાળામાં AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરનીતિ મામલો સામે આવ્યું છે. નોંધનીય છે કે, AMC દ્વારા જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુવૈસ પ્રાથમિક / માધ્યમિક શાળા સરખેજ અમદાવાદ ખાતે AMC જુનિયર કલાર્ક ની #પેપર_ફૂટ્યું હોવાનો ઉમેદવારો દ્વારા દાવો.
આજરોજ #AMC #જુનિયર_કલાર્ક પરીક્ષાનું પેપર હતું.
📌પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારો દ્વારા હંગામો.
📌પેપર નો સમય 12:30 નો હતો હજી પરીક્ષા શરૂ… pic.twitter.com/GIlIXsJhHS
— Yuvrajsinh Jadeja (@YAJadeja) November 24, 2024
આ પણ વાંચો: શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી કરાઈ
નોંધનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર ખાતે આ પરીક્ષા લેવાઈ રહી છે. અંદાજિત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતા.પરંતુ પરીક્ષામાં ગેરરીતિની ભીતિ સર્જાતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે શાળા સંચાલક દ્વારા ધમકી આપી પરીક્ષા લખવાની જણાવ્યા હોવાનો યુવરાજ સિંહને આક્ષેપ લગાવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ
12:30 શરૂ થવાના બદલે 1 વાગે પેપર આપવામાં આવ્યું
આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને જવાબવહી સિરીઝ નંબર અલગ અલગ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, પેપરમાં 12:30 શરૂ થવાના બદલે 1 વાગે આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પેપરમાં ગેરરીતિ થઈ હોવાની ભીતિને લઈને 10 બ્લોકમાંથી 8 બ્લોક વિદ્યાર્થીએ હોબાળો મચાવ્યો હતો. 2 બ્લોકના વિદ્યાર્થી પોતાના પરીક્ષા ખંડમાં પેપર લખી રહ્યા હતા. આ મામલે અત્યારે અત્યારે પેપર રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ