Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fertility Improvement Program : ગુજરાતમાં ૫.૪૦ લાખથી વધુ પશુઓની સારવાર

ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રના પાયા સમાન પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત અને નફાકારક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ" (FIP) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધાળા પશુઓમાં વ્યંધત્વ (Infertility) ઘટાડીને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આ કાર્યક્રમના બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.
fertility improvement program   ગુજરાતમાં ૫ ૪૦ લાખથી વધુ પશુઓની સારવાર
Advertisement

Fertility Improvement Program : ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રના પાયા સમાન પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત અને નફાકારક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ" (FIP) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધાળા પશુઓમાં વ્યંધત્વ (Infertility) ઘટાડીને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના દિશાનિર્દેશ હેઠળ આ કાર્યક્રમના બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.

Fertility Improvement Program- FIP ની સિદ્ધિઓ: ૫.૪૦ લાખથી વધુ પશુઓને સારવાર 

પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)ના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલા આ FIP અભિયાનમાં પ્રજનન ક્ષમતા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Advertisement

  • પસંદગી પામેલા ગામો: FIP માટે રાજ્યના કુલ ૬,૨૫૪ ગામોની પસંદગી કરવામાં આવી છે.

    Advertisement

  • સંપન્ન કેમ્પો: બે તબક્કામાં, ૫,૩૩૪ ગામોમાં ૧૦,૭૧૨ પશુ સારવાર કેમ્પ યોજાયા.

  • લાભાર્થી પશુપાલકો: અત્યાર સુધીમાં ૩.૩૪ લાખથી વધુ પશુપાલકોએ આ સેવાનો લાભ લીધો છે.

  • સારવાર પામેલા પશુઓ: કુલ ૫.૪૦ લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી છે.

  • વિશેષ જાતિય સારવાર: ગાભણ ન થતા હોય તેવા ૩.૮૯ લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર પૂરી પાડવામાં આવી છે.

  • FIP અભિયાનથી રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં ૨૦ થી ૩૦ ટકાનો સુધારો થવાનો અંદાજ છે, જે પશુપાલકોની આવક વધારવા માટે ચાવીરૂપ સાબિત થશે.

Fertility Improvement Program- કેમ્પમાં અપાતી મુખ્ય સારવાર

દરેક ગામ દીઠ યોજાતા આ FIP કેમ્પમાં (એક મુખ્ય કેમ્પ અને ત્યારબાદ બે ફોલોઅપ કેમ્પ) વ્યંધત્વથી પીડાતા પશુઓની ઓળખ કરી તેમને નિદાન અને સારવાર અપાય છે.

  • તપાસના મુદ્દાઓ: ઋતુહિનતા (ગરમીમાં ન આવવું), વારંવાર ઉથલા મારવા (Repeat Breeding), ગર્ભાશયનો સોજો, ગર્ભાશયમાં પરુ, ગર્ભપાત તથા ચેપજન્ય રોગો જેવી પ્રજનનલક્ષી સમસ્યાઓની તપાસ કરવામાં આવે છે.

  • સારવાર પદ્ધતિ: નિદાન પછી પશુઓને હોર્મોનલ થેરાપી(Hormonal Therapy), પોષણ સુધારણા, દવાઓ તેમજ પશુપાલકોને વ્યવસ્થાપન સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે.

  • ફોલોઅપ: ફોલોઅપ કેમ્પ થકી આ પશુઓને ગાભણ થાય ત્યાં સુધી યોગ્ય સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

 FIP શા માટે છે અનિવાર્ય?

પશપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા માટે માદા પશુ સમયસર ગાભણ થાય અને પ્રતિ વર્ષે ઓછામાં ઓછું એક વિયાણ થાય તે અત્યંત જરૂરી છે.

ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા દૂધ ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર થાય છે અને પશુપાલકને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. FIP થકી આ સમસ્યા દૂર કરીને પશુનું આરોગ્ય જાળવવામાં આવે છે અને દૂધ ઉત્પાદન સુધારીને પશુપાલકને આર્થિક નુકસાનથી બચાવવામાં આવે છે.

પશુપાલકોને થનારા લાભ

FIP અભિયાનના સફળ અમલથી પશુપાલકોને નીચે મુજબના મહત્વના લાભ થવાની અપેક્ષા છે:

  • આર્થિક બચત: વ્યંધ્યત્વની સમસ્યામાં ઘટાડો થવાથી પશુપાલકને સારવાર પાછળ થતા ખર્ચમાંથી રાહત મળશે.

  • વધેલું ઉત્પાદન: દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે.

  • વિયાણ સમયગાળો ટૂંકો: બે વિયાણ વચ્ચેનો સમયગાળો ટૂંકો થવાથી પશુઓનું પ્રજનન ચક્ર નિયમિત બનશે.

  • રોગ નિયંત્રણ: બ્રુસેલોસીસ જેવા ચેપી રોગોના ફેલાવા પર નિયંત્રણ આવશે.

ગુજરાત પહેલેથી જ દેશના અગ્રણી દૂધ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે, અને આ FIP કાર્યક્રમ રાજ્યની દૂધ ઉત્પાદન ક્ષમતાને વધુ ઊંચાઈ પર લઈ જશે.

પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ગામડાઓમાં યોજાઈ રહેલા ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ કેમ્પમાં પોતાના ગાય-ભેંસને લાવીને તેની તપાસ કરાવી, આ યોજનાનો લાભ લે.

આ પણ વાંચો  Sashakt Nari Mela : ગુજરાતમાં આત્મનિર્ભર નારી શક્તિનો ઉત્સવ

Tags :
Advertisement

.

×