Ambassador of Finland : ફિનલેન્ડના રાજદૂત કિમ્મો લાહદેવીર્તા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે
- Ambassador of Finland : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તા (Kimmo Lähdevirta)
- સ્ટાર્ટાપ કો-ઓપરેશન – સ્કીલિંગ - એજ્યુકેશન અને રીન્યુએબલ એનર્જી તથા સસ્ટેઈનેબિલિટીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તત્પરતા
Ambassador of Finland : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત કિમ્મો લાહદેવીર્તાએ ગાંધીનગરમાં લીધી હતી.
ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ-ભારત, ગુજરાત વચ્ચે એજ્યુકેશન, સસ્ટેઈનેબિલિટી અને ડેવલોપમેન્ટ માટેના પ્રયાસો વેગવાન બનાવવા ફિનલેન્ડ Finland ની કોન્સ્યુલેટ ઓફિસ અમદાવાદમાં કાર્યરત કરવામાં આવી છે અને કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ફિનલેન્ડના રાજદૂત (Ambassador of Finland)આ સંદર્ભમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તેમણે શ્રી કુલીન લાલભાઈ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.
ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતની ઉત્સુકતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM Bhupendra Patel ફિનલેન્ડે હેપીનેસ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશનમાં જે સિદ્ધિ મેળવી છે તે વિશે જાણવામાં અને ફિનલેન્ડમાં કાર્યરત ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતની ઉત્સુકતા દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની લીડરશીપમાં ગુજરાત આજે એજ્યુકેશન અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં અગ્રેસર છે. સ્ટાર્ટઅપને ફંડિંગ અને માર્કેટ સપોર્ટ આપીને આત્મનિર્ભર બનાવવા સરકાર સહયોગ કરે છે.
ફિનલેન્ડ પણ સ્કિલિંગ અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ રાજ્યના સ્ટાર્ટઅપને સ્કેલઅપ કરવામાં મળે તે માટે ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ કો-ઓપરેશનમાં તેમણે રસ દાખવ્યો હતો.
ગુજરાતમાં ૦ જેટલી ફિનિશ કંપનીઝ કાર્યરત
ફિનલેન્ડના રાજદૂતે પણ ગુજરાતે રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્ઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇકો સિસ્ટમ ઊભી કરી છે તેની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ૦ જેટલી ફિનિશ કંપનીઝ કાર્યરત છે અને અન્ય કંપનીઓએ રોકાણ- કારોબાર માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે.
તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત થતાં ગુજરાત-ફિનલેન્ડના સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે.
આ મુલાકાત બેઠક દરમિયાન ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે રિન્યુએબલ એનર્જી, સ્કીલિંગ, સ્ટાર્ટાપ કો-ઓપરેશન અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગથી આગળ વધવાની દિશામાં ફળદાયી પરામર્શ થયો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન એનર્જી, રીન્યુએબલ એનર્જી ઉપરાંત એનર્જી સ્ટોરેજમાં પણ ફીનલેન્ડ આગળ વધી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ તેમજ અગ્રણીઓ જોડાયા હતા.
આ પણ વાંચો : Vadodra : 21 જૂન વિશ્વ યોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન, યોગ શિબિરમાં યોગનું મહત્વ સમજાવ્યું