સુરતના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ફાયરિંગ : એક વ્યક્તિ ઘાયલ, તપાસનો ધમધમાટ
- સુરતના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ફાયરિંગ
- ડાભરિયા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ફફડાટ
- અજાણ્યા વ્યક્તિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા
- ઓમપ્રકાશ શાહુ નામનો વ્યક્તિ ફાયરિંગમાં ઘાયલ
સુરત : સુરતના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારના ડાભરિયા વિસ્તારમાં ફાયરિંગની ગંભીર ઘટના બની છે, જેનાથી ફફડાટ મચી ગયો છે. અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની જાણકારી મળી છે, જેમાં ઓમપ્રકાશ શાહ નામના વ્યક્તિને ગોળી લાગી હોવાનું જણાય છે.
આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે, જે પછી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ ફાયરિંગ અંગત અદાવતને કારણે થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. ઇજા ગ્રસ્ત ઓમપ્રકાશ શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો-રાજકોટ લોક મેળાને લઈને સૌથી મોટો સમાચાર; પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ
LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફરાર થયેલા આરોપીની શોધખોળ ચલાવી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. પોલીસની તપાસના પરિણામો પર નજર રાખવામાં આવી રહી છે, અને ફાયરિંગનું કારણ શું છે તેની સ્પષ્ટતા થવાની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, સુરતમાં પાછલા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સુરત સીટિ ક્રાઈમ સીટિ બની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બાબતે પોલીસની કામગીરીને લઈને પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
આ પણ વાંચો-ભરૂચમાં હિન્દુ વિધવા પુત્રવધુ પર વિધર્મી સસરાનો હુમલો: સીસીટીવીમાં કેદ ઘટના