ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad જિલ્લાના માછીમારો ઉતર્યા હડતાળ પર

સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોનો વિરોધ વલસાડ જિલ્લાના માછીમારો હડતાળ પર ઉતર્યા પોતાની બોટોને કિનારે લંગારી દીધી Valsad ; સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો(fishermen)ની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળહડતાળ પર ઉતર્યા છે..જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની...
03:04 PM Dec 15, 2024 IST | Hiren Dave
સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોનો વિરોધ વલસાડ જિલ્લાના માછીમારો હડતાળ પર ઉતર્યા પોતાની બોટોને કિનારે લંગારી દીધી Valsad ; સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો(fishermen)ની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળહડતાળ પર ઉતર્યા છે..જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની...

Valsad ; સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારો(fishermen)ની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળહડતાળ પર ઉતર્યા છે..જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી હતી .અને નારગોલ માં માછીમારોની એક વિશાળ સભા મળી હતી.જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

માછીમારો વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો

મહત્વપૂર્ણ છે કે રાજ્યના 1600 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારીને માછીમારો વચ્ચે જે તે વિસ્તારની હદને લઈ વિવાદ ચાલતો આવે છે. તેમાં પણ ખાસ કરીને જાફરાબાદના માછીમારો અને વલસાડ જિલ્લાના નારગોલ ઉમરગામ અને ખતલવાડ સહિત સમગ્ર જિલ્લાના માછીમારો વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઉમરગામના માસીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદેસર રીતે પોતાનો વિસ્તાર છોડી અને હદને લઈ થયેલી તમામ સમજૂતીઓનો ભંગ કરી અને વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે.

આ પણ  વાંચો -Mehsana માં રખડતા ઢોરે કિશોરને શીંગડે લઈ નીચે પટકાવ્યો, જુઓ video

મોટી સંખ્યામાં માછીમારો  જોડાયા

સરકારી નીતિ નિયમો અને માછીમાર સંગઠનો વચ્ચે થયેલી અગાઉની સમજૂતીઓને ભંગ કરી અને દાદાગીરીથી તેઓ વલસાડ જિલ્લાની દરિયાઈ હદમાં આવીને માછીમારી કરતા હોવાથી અહીંના માંથી મારોને મોટું નુકસાન થતા અનેક માછીમાર પરિવારોની રોજી રોટી પણ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે .આથી આજે નારગોલ ના દરિયા કિનારે વલસાડના ઉમરગામ ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોની એક વિશાળ સભા મળી હતી..જેમાં માછીમાર અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માછીમારો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

આ પણ  વાંચો -VADODARA : ફાર્મા લેબની ગુપ્ત માહિતી લીક નહીં કરવા રૂ. 2 કરોડની ખંડણી મંગાઇ

આગામી સમયમાં ઉગ્ર  વિરોધ ચીમકી

મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં વલસાડ ના માછીમાર અગ્રણીઓ દ્વારા જાફરાબાદના માછીમારોની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને પોતાનો વિરોધ નોંધાવા આજે તેઓએ પોતાની બોટલો ને દરેક કિનારે લંગારી દીધી હતી. અને જાફરાબાદના માછીમારોની દાદાગીરી નો જવાબ આપવા અને આ મામલે ચાલી રહેલા વિરોધ મામલે રણનીતિ નક્કી કરી અને જો હજુ પણ સૌરાષ્ટ્રને જાફરાબાદ માછીમારોની દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી..

Tags :
fishermenGujaratFirstgujaratfirstnewsjafrabadProtestSaurashtrastrikeValsad district
Next Article