Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુન્દ્રા તોડકાંડમાં પાંચ આરોપી ભાગેડુ જાહેર, વાંચો સમગ્ર અહેવાલ

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ મુન્દ્રાના 3.75 કરોડના સોપારી તોડકાંડમાં અનીલ પંડીત જે ગુન્હામાં ફરીયાદી છે, તે મામલામાં ફરાર 4 પોલીસકર્મી સહિત પુર્વ આઇ.જી સ્વ એ.કે.જાડેજાના ભાણેજને પકડવા માટે કોર્ટે આદેશ કર્યા છે. અગાઉ આ મામલે પંકિલ મોહતા તથા...
મુન્દ્રા તોડકાંડમાં પાંચ આરોપી ભાગેડુ જાહેર  વાંચો સમગ્ર અહેવાલ
Advertisement
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ
મુન્દ્રાના 3.75 કરોડના સોપારી તોડકાંડમાં અનીલ પંડીત જે ગુન્હામાં ફરીયાદી છે, તે મામલામાં ફરાર 4 પોલીસકર્મી સહિત પુર્વ આઇ.જી સ્વ એ.કે.જાડેજાના ભાણેજને પકડવા માટે કોર્ટે આદેશ કર્યા છે. અગાઉ આ મામલે પંકિલ મોહતા તથા પૈસા પહોચાડનાર પોલીસ કર્મચારીના સંબધીની તપાસ એજન્સીએ ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. પરંતુ સસ્પેન્ડ થયેલા 4 પોલીસ કર્મચારી હજુ પોલીસના હાથે લાગ્યા નથી.
 ભુજની ખાસ અદાલતે આજે વોરંટ જાહેર કરી ધરપકડ કરવા આદેશ કર્યા 
સોપારી લાંચ પ્રકરણમાં હાલ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા રહે-ગાંધીધામ,રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા રહે-ગાંધીધામ, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા રહે-અંજાર, ભરત અસારિયા ગઢવી રહે-બાડા માંડવી તથા શેલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા માધુભા સોઢા રહે-ગાંધીધામ/ અમદાવાદને પકડવા માટેના કોર્ટે આદેશ કર્યા છે.
જે વોંરટ આધારે પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે. કોર્ટે વોરન્ટ ઇસ્યુ કરતા હવે કોઇપણ પોલીસ તેની ધરપકડ કરી શકે છે. ધણા લાંબા સમયથી આ મામલો સામે આવ્યા બાદ 4 પોલીસ કર્મચારી તથા અન્ય પોલીસ પરિવારનો સભ્ય ફરાર છે. હવે ટુંક સમયમાં તેઓ પોલીસ ગીરફ્તમાં નહી આવે તો મીલ્કત જપ્તી સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×