ગોંડલમાં SRP જવાન અપહરણ કેસમાં વધુ પાંચ આરોપી ઝડપાયા, એક આરોપી હજુ પણ ફરાર
- ગોંડલમાં SRP જવાન અપહરણ કેસ માં બીજા પાંચ ઝડપાયા
- આ કેસમાં હજુ એક આરોપી ફરાર
- પારિવારિક અદાવતમાં કરાયું હતું અપહરણ
ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક એસ.ટી. બસમાંથી SRP જવાનના અપહરણ કેસમાં પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કુલ 9 આરોપીઓ પકડાયા છે.જયારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
SRP જવાન અપહરણ કેસ માં પોલીસે 9 આરોપીને ઝડપ્યા
12 સપ્ટેમ્બર 2025ની મધરાત્રિએ પોરબંદરથી ગાંધીનગર જતી એસ.ટી. બસ (GJ-18-Z-1850)માંથી પારિવારિક ઝઘડાની અદાવતમાં SRP જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. નવા પકડાયેલા આરોપીઓમાં કુતિયાણાના ગડગડીયા ગામના નારણ વીરા મુછાર પાસેથી અપહૃત જવાનનો મોબાઈલ મળ્યો છે.જામજોધપુરના લાલવાડા નેશના પુંજાભાઈ નારણભાઈ મોરી અપહરણ માટે સ્વીફ્ટ ગાડી લઈને આવ્યા હતા. જામનગર જિલ્લાના જુનાધોરીયા નેશના રાજાભાઇ રણછોડભાઈ મોરી પણ સ્વીફ્ટ ગાડીમાં હતા. જામજોધપુરના ધોરીયા નેશના પાસાભાઈ બધાભાઈ મોરી પણ પકડાયા છે. આરોપીઓ ભોગ બનનાર SRPજવાનના બહેનના કાકાજી સસરા થાય છે.
SRP જવાન અપહરણ કેસ માં એક આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા
આરોપીઓએ SRP જવાનનું અપહરણ કરી અજાણ્યા સ્થળે લઈ જઈ માર માર્યો હતો. તેમની પાસેથી મોબાઈલ ફોન, SRPનું આઈકાર્ડ અને ડ્રાઇવિંગ લાઈસન્સ લૂંટી લીધા હતા.ગોંડલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. પરમારના જણાવ્યા મુજબ, મોડી સાંજે વધુ એક આરોપી પ્રતાપ રાણાભાઈ મોરી રહે. બોખીરા વિસ્તાર પોરબંદર વાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે આ કેસમાં પોરબંદરના આશાપુરા વિસ્તારના મયુર હરદાસ ઓડેદરાની પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી,ગોંડલ
આ પણ વાંચો: સુરત : PM Modi ના જન્મદિવસની અનોખી ઉજવણી - કાપડ પર દેશનું સૌથી મોટું પોર્ટ્રેટ અને તિરંગો