ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પૂર્વ MLA જયંતિ ભાનુશાલીનું Fake Account બનાવનારો ઝડપાયો

અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ કચ્છ વિસ્તારના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી કે જેની ચારેક વર્ષ પહેલાં હત્યા થઈ હતી. ચાર વર્ષ બાદ જયંતિ ભાનુશાલી નાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સામે આવતા મૃતક જયંતિ ભાનુશાલી ભત્રીજાએ અમદાવાદ સાઇબર ક્રાઇમ...
02:57 PM May 06, 2023 IST | Viral Joshi
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ કચ્છ વિસ્તારના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી કે જેની ચારેક વર્ષ પહેલાં હત્યા થઈ હતી. ચાર વર્ષ બાદ જયંતિ ભાનુશાલી નાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સામે આવતા મૃતક જયંતિ ભાનુશાલી ભત્રીજાએ અમદાવાદ સાઇબર ક્રાઇમ...

અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ

કચ્છ વિસ્તારના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી કે જેની ચારેક વર્ષ પહેલાં હત્યા થઈ હતી. ચાર વર્ષ બાદ જયંતિ ભાનુશાલી નાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સામે આવતા મૃતક જયંતિ ભાનુશાલી ભત્રીજાએ અમદાવાદ સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કચ્છના અંજાર થી રાજેશ રૂપારેલની ધરપકડ કરી છે.

કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીનાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરતા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મૃતક પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી અને તેના પરિવારજનોને બદનામ કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ બનાવી મહિલાઓને બિભસ્ત મેસેજ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ જયંતિ ભાનુશાલી નાં પરિવારજનોને થયા તેણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આરોપી રાજેશ રૂપારેલની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે રાજેશ રૂપારેલે દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 18 વર્ષથી કચ્છ ડિસ્ત્રિક સેન્ટ્રલ બેંકમાં પટાવાળાની નોકરી કરે છે. આરોપી રાજેશ રૂપારેલ જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી જયંતિ ઠક્કરનો સગો થાય છે અને જયંતિ ભાનુશાલી તેમજ તેના પરિવારજનોને બદનામ કરવા માટે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું.

આરોપી રાજેશ રૂપારેલ દ્વારા મહિલાઓને બિભસ્ત મેસેજ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી જયંતિ ભાનુશાલી નાં નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું અને વીસ જેટલા લોકોને તેમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા. મહિલાઓને બિભસ્ત મેસેજની સાથે જયંતિ ભાનુશાલીનો મોબાઈલ નંબર મોકલી તેના પર ફોન કરવાનું જણાવતો હતો. જેમાંથી એક મહિલાએ તેના પર ફોન કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને બાદમાં જયંતિ ભાનુશાલી ભત્રીજા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી.

મહત્વનું છે કે આરોપી રાજેશે અત્યાર સુધી કોને કોને મેસેજ કર્યા હતા ઉપરાંત રાજેશના સગા જયંતિ ઠક્કર કે જે હાલ હત્યા કેસમાં આરોપી છે તેની કોઈ સંડોવણી છે કે કેમ આ તમામ મુદ્દાઓ અંગે સાઇબર ક્રાઇમ આરોપી રાકેશની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરને વીંછીએ ડંખ માર્યો, ચોંકાવનારી ઘટના

Tags :
Ahmedabad Cyber CrimeCrimeFake AccountJayanthi BhanushaliSocial Media
Next Article