Nadiad : પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમ યોજાયો
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાત પ્રવાસે (Nadiad)
- નડિયાદમાં 'વન નેશન વન ઇલેક્શન' અંતર્ગત કાર્યક્રમ
- અહીંથી ગાંધીજી, સરદાર સાથે મોદીજી જેવા નેતા મળ્યા : અનુરાગ ઠાકુર
- ન નેશન વન ઇલેક્શનથી ઓછા ખર્ચે અને સમય સાથે ચૂંટણી થશે : અનુરાગ ઠાકુર
Nadiad : પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાત પ્રવાસે હતા. દરમિયાન, તેમણે નડિયાદમાં આયોજિત 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે, સરદાર પટેલની જન્મભૂમિ પર આવવાનો મોકો મળ્યો, અહીંથી આપણા દેશને ગાંધીજી, સરદાર સાથે મોદીજી જેવા નેતા મળ્યા છે. તેમણે (Anurag Thakur) કહ્યું કે, વન નેશન વન ઇલેક્શનથી ઓછા ખર્ચે અને સમય સાથે ચૂંટણી થશે.
આ પણ વાંચો - VADODARA : પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર તીખા પ્રહાર
વન નેશન વન ઇલેક્શન માટે ચર્ચા જરૂરી છે : અનુરાગ ઠાકુર
નડિયાદમાં (Nadiad) આવેલા બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમનું (One Nation One Election) આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરદાર પટેલની જન્મભૂમિ પર આવવાનો મને મોકો મળ્યો. અહીંથી, દેશને ગાંધીજી, સરદાર સાથે મોદીજી (PM Narendra Modi) જેવા નેતા મળ્યા. પૂર્વ મંત્રીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માટે ચર્ચા જરૂરી છે. વન નેશન વન ઇલેક્શન પણ સંભવ છે અને તે થઈને જ રહેશે.
આ પણ વાંચો - Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ
'ઇમરજન્સી સમયે પણ બંધારણ મુજબ અમે લડ્યા હતા'
પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, વર્ષ 1952 થી 1966 સુધી એક રાષ્ટ્ર એક ચૂંટણી થતી હતી. કોંગ્રેસ (Congress) હારતી ગઈ અને ચૂંટણીઓની તારીખ બદલાતી ગઈ. ઇમરજન્સી સમયે પણ બંધારણ મુજબ અમે લડ્યા હતા. વન નેશન વન ઇલેક્શનથી ઓછા ખર્ચે અને સમય સાથે ચૂંટણી સંભવ થશે. મોંઘવારી પણ કાબૂમાં આવે તેવી આ વ્યવસ્થા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, અલગ-અલગ રાજ્યોની ચૂંટણીનાં અલગ ખર્ચ નહીં થાય. MLA-MP સુધી એટલે કે રાજ્ય-કેન્દ્રની એક જ ચૂંટણી થશે. આથી, ખર્ચમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચો - Botad : સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું - આવા નિવેદનો કરવાવાળાને અમે.!