ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhi Jayanti 2025 :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ

૨૦૪૭માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક
01:27 PM Oct 02, 2025 IST | Kanu Jani
૨૦૪૭માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક

Gandhi Jayanti 2025 : મુખ્યમંત્રી(CM Bhupendra Patel)એ પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે,મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ(PM Narendra Modi) સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર 'વોકલ ફોર લોકલ'થી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રીએ અસત્ય પર સત્યના પર્વ વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતિના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે.

Gandhi Jayanti 2025 : પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકોના ઉત્થાન માટેની અહાલેક જગાવી

મુખ્યમંત્રીએ અહિંસાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતા વગર મુક્તિ કોઇ કાળે શક્ય નથી. પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકોના ઉત્થાન માટેની અહાલેક જગાવી હતી. એ યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્યમાં પલટાવી ગરીબ, વંચિત, પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન સાથે આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતે જ હાથમાં ઝાડૂ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે.

Gandhi Jayanti 2025: સ્વચ્છ ભારત મિશન થી નાના બાળકોથી લઈને વડીલો સૌ સ્વછાગ્રહી બન્યા .

ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની નેમ અને વિકાસ સાથે પૂજ્ય બાપુએ જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે.

વડા પ્રધાનએ વોકલ ફોર લોકલ નો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
હવે આપણાં ઉદ્યોગો વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવીને ‘આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત’માં સહયોગી બને તે માટે તાજેતરમાં વડાપ્રધાનએ નેક્સ્ટ જનરેશન જી.એસ.ટી રિફોર્મ્સની ભેટ આપી છે. આ ભેટ જનજનના બચત ઉત્સવની સાથે દેશના વિકાસ માટે સ્વદેશીને વેગ આપશે.
જે પ્રકારે સ્વરાજ્ય માટે સ્વદેશીનો આગ્રહ તે પ્રકારે ‘સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારત’ને સાર્થક બનાવવા સ્વદેશીને અપનાવવા આજના દિવસે સંકલ્પ કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

સ્વદેશીની સાથે સાથે જ મોબાઈલ એ માહિતી અને સેવા મેળવવાનું અગત્યનું માધ્યમ છે, એવી
આધુનિકીકરણની વાત રજૂ કરતા મુખ્યમંત્રીશ્રીએ કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યૂઆર કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી.

૨૦૪૭માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવા પૂજ્ય બાપુના નેતૃત્વમાં ૧૯૪૭માં આપણને આઝાદી મળી હવે ૨૦૪૭માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે.
૨૦૪૭ સુધી આ અમૃતકાળની યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના વિચાર સાથે આગળ વધારીએ.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને હ્રદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો.

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્ર સાથે આગળ વધવા અપીલ

જિલ્લા પ્રભારી મંત્રી  કુંવરજીભાઈ બાવળિયા( Kunvarji Bavaliya)એ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે – એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાથી અને અને બીજા મોહન એટલે ચરખાધારી રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની ભૂમિથી.
મંત્રી શ્રી એ કહ્યું કે,ગાંધીજીની આ ભૂમિ આપણને હકારાત્મક સંવેદનાઓનો અનુભવ કરાવે છે. પૂજ્ય બાપુ સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા.
તેમની આ સ્વદેશી અને સ્વચ્છતા પહેલને વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી છે, જેનાથી દેશ આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે.

વધુમાં, તેમણે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્ર સાથે આગળ વધવા અપીલ કરી હતી અને પૂજ્ય બાપુ જન્મજયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતિની શુભકામનાઓ પાઠવી હતી

મુખ્યમંત્રીએ કસ્તૂરબા ધામની પ્રથમ વખત મુલાકાત લીધી

પ્રાર્થનાસભાના સમાપન બાદ મુખ્યમંત્રીશ્રીએ પરિસરના 'સંગ્રહસ્થાન' ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કિર્તીમંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા 'પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ' ક્યૂઆર કોડનું અનાવરણ કર્યું હતું. આ ક્યૂઆર કોડની મદદથી કિર્તીમંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કિર્તીમંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે.

પૂજ્ય બાપુના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્યમંત્રીએ કસ્તૂરબા ધામની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ....' સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી પૂજ્ય બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી એ કર્યું હતું.

સર્વધર્મ પ્રાર્થનાસભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર  હસમુખ પ્રજાપતિ, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા, રિયર એડમિરલ શ્રી સતિષ વાસુદેવ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, પૂર્વ મંત્રી  બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ  ડૉ.ચેતનાબહેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ  સાગરભાઈ મોદી, સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો : Vadodara : ભગવાનના વાઘા તૈયાર કરતી મહિલાઓ પરિવારનો ટેકો બની

Tags :
CM Bhupendra PatelGandhi Jayanti 2025Kunvarji Bavaliyapm narendra modi
Next Article