Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીધામ : કાપડના કંપનીમાં ભાષણ આગ, ફાયર 10થી વધુ ટીમો ઘટના સ્થળે

ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ કાપડના કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આજે બપોરના સમયે આગ લાગવાની ઘટનાને પગલે ફાયર ફાયટરની 10થી વધુ ટીમો કામે લાગી છે. અને આગ પર કાબુ લેવા માટે પ્રયાસો ચાલી રહયા છે....
ગાંધીધામ   કાપડના કંપનીમાં ભાષણ આગ  ફાયર 10થી વધુ ટીમો ઘટના સ્થળે
Advertisement

ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ કાપડના કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આજે બપોરના સમયે આગ લાગવાની ઘટનાને પગલે ફાયર ફાયટરની 10થી વધુ ટીમો કામે લાગી છે. અને આગ પર કાબુ લેવા માટે પ્રયાસો ચાલી રહયા છે.

Image preview

Advertisement

દરમિયાન આગ લાગવા પાછલનું કારણ હાલ જાણી શકાય નથી. પરંતુ ભીષણ આગથી અહીં આવેલી અન્ય કાંપનીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Advertisement

Image preview

નજરે જોનારા લોકોના કહેવા મુજબ બપોરના સુમારે આકરી ગરમી વચ્ચે આ કંપની માંથી ધુમાડા દેખાયા હતા. ધીમેધીમે આગની લપેટો વધી જતા દુર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે કંડલા ઝોનના પ્રશાસનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ આગનું વિકરાળ સ્વરૂપ જોતા આગામી બે દિવસ સુધી આ આગ રહે તેવી શકયતા છે. જોકે પ્રાથમિક રીતે કપડામાં લાગેલી આગ કાબુમાં આવી જાય તે જરૂરી છે.

Image preview

નોધનીય છે. આ પહેલા પણ કંડલા સેઝમાં આવેલી યુઝડ કલોથસની કંપનીઓમાં આગ લાગ્યાના બનાવો બન્યા છે. આ કંપનીઓ ખાસ પરવાનગી વડે વિવિધ દેશોમાથી વપરાયેલા કંપડા લઈ આવે છે અને તેને સુધારી ફરી અન્ય દેશમાં મોકલવામાં આવે છે. જયારે કેટલોક જથ્થો સ્થાનિક બજારમાં પણ વેચવામાં આવે છે. આ કંપનીઓમાં હજારોની સંખ્યામાં મહિલા પુરૂષ શ્રમિકો કામ કરે છે. આગજનીની આ ઘટનાઓએ હવે સુરક્ષાની દ્રષ્ટિએ બેદરકારો જવાબદારો સામે કડક હાથે કામ લેવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહયો છે.

આપણ  વાંચો-રાજયભરમાં 12 થી 14 જુન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : ઋષિકેશભાઈ પટેલ

Tags :
Advertisement

.

×