Gandhidham: શીણાયમાં તંત્રનું બુલડોઝર ફર્યું, 72 લાખની સરકારી જમીન દબાણમુક્ત, 15 મકાનો તોડી પડાયા
ગાંધીધામના શીણાય ગામે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશમાં આશરે 15 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડીને 6,500 ચોરસ મીટર જમીન મુક્ત કરાવવામાં આવી છે. આશરે 72 લાખની કિંમતની આ જમીન પર રહેણાંક અને વાણિજ્યિક હેતુથી દબાણ કરાયું હતું.
Advertisement
Gandhidham Anti-Encroachment Drive: કચ્છ જિલ્લાના ગાંધીધામ (Gandhidham) તાલુકાના શીણાય ગામે સરકારી જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે સવારથી જ વિશાળ પોલીસ કાફલા સાથે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સરકારી જમીન પર બનાવાયેલા 15 જેટલા કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

