Gandhinagar: મહેસુલ વિભાગની ચિંતન શિબિર, CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધિકારીઓને સીધી ટકોર!
- Gandhinagar માં મહેસુલ વિભાગની ચિંતન શિબિર: CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધિકારીઓને સીધી ટકોર!
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લેન્ડ ગવર્નન્સ 2030 ના વિઝન પર શરૂ થયું મંથન
- "IAS બનવામાં ખૂબ મહેનત લાગે છે", અધિકારીઓ સામેની કાર્યવાહીથી CM એ વ્યક્ત કર્યું દુઃખ
- સ્ટેજ પર બેઠેલા ઉચ્ચ અધિકારીઓને શિખામણ આપતા કહ્યું કે તમામ અધિકારીઓએ ચિંતનની જરૂર
- અધિકારીઓને હસતા મોઢે કામ કરવાની આપી સલાહ, કહ્યું- સ્મિત સાથે કામ કરશો તો પ્રોબ્લેમ સોલ્વ થશે
- ત્રણ દિવસ સુધી મહેસુલ વિભાગની જટિલ મુશ્કેલીઓ અને વહીવટી પ્રશ્નો પર ચાલશે વિશેષ ચર્ચા
Gandhinagar: ગુજરાત સરકારના મહેસુલ વિભાગ (Revenue Department) દ્વારા એક વિશેષ ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરનો મુખ્ય વિષય "2030 ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય" (Future of Land Governance in Gujarat 2030) રાખવામાં આવ્યો છે. આ શિબિરમાં મહેસુલ વિભાગને લગતા પ્રશ્નો, વહીવટી મુશ્કેલીઓ અને જમીન સુધારણા બાબતે ગહન મંથન કરવામાં આવી રહ્યું છે.
Gandhinagar: CM એ અધિકારીઓને કરી ટકોર
શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટેજ પર હાજર ઉચ્ચ અધિકારીઓને (Senior IAS Officers) સંબોધતા કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર છે. મુખ્યમંત્રીએ ટાંક્યું કે, "ક્યારેક તમારું કે અમારું કરેલું મોટું કામ પણ નાની ભૂલ કે બેદરકારીને કારણે ધોવાઈ જતું હોય છે." તેમણે વહીવટમાં પારદર્શિતા લાવવા અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.
IAS અધિકારીઓ અંગે વાત કરી
તાજેતરમાં કેટલાક IAS અધિકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી (Action Against IAS Officers) અંગે પણ મુખ્યમંત્રીએ પ્રથમવાર મન મૂકીને વાત કરી હતી. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, "IAS બનવા માટે યુવાનોએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, તેથી જ્યારે કોઈ અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જો અધિકારીઓ હસતા મોઢે લોકોના કામ કરશે, તો અડધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. ગુજરાતના વિકાસમાં (Development of Gujarat) અધિકારીઓના યોગદાનને બિરદાવતા તેમણે સૂચન કર્યું કે પ્રજાના કામમાં કોઈપણ પ્રકારની આળસ કે વિલંબ ન થવો જોઈએ.
આ પણ વાંચો: Surat માં ST બસ બની કાળમુખી, BBAની વિદ્યાર્થિનીને અડફેટે લેતા કમકમાટી ભર્યુ મોત


