ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ghandhinagar કલેકટરે જિલ્લાના નાગરિકોને સાબરમતી નદી કિનારે નહીં જવા કરી ખાસ અપીલ 

Ghandhinagar ના કલેક્ટર મેહુલ દવેએ જિલ્લાવાસીઓને નદીના કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા વિનંતી કરી છે
08:22 PM Aug 25, 2025 IST | Mustak Malek
Ghandhinagar ના કલેક્ટર મેહુલ દવેએ જિલ્લાવાસીઓને નદીના કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા વિનંતી કરી છે
Ghandhinagar...

ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડિ રહ્યો છે જેના લીધે નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. જેના લીધે નદી કાંઠે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પ્રશાસને અમચેતી પગલા ભરીને નિર્દેશ આપ્યા છે, કે નદીના કાંઠે ન જવાની અપીલ કરી છે. ગાંધીનગરના કલેકટર જિલ્લાના નાગરિકોને સાબરમતી નદી પાસે નહીં જવાની વિનંતી કરી છે.

નોંધનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદીનું જળસ્તર ખૂબ વધી ગયું છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેએ જિલ્લાવાસીઓને નદીના કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા નમ્ર વિનંતી કરી છે. આવી પરિસ્થિતિમાં નદીની નજીક જવું જોખમી હોઈ શકે છે, તેથી નગરજનોને સુરક્ષિત અને સલામત રહેવા અપીલ કરવામાં આવી છે.

Ghandhinagar કલેક્ટરે આપ્યા નિર્દેશ

આ ઉપરાંત કલેકેટરે સ્પષ્ટ સૂચના આપી છે કે આગામી ગણશે ચર્તુર્થીના તહેવારમાં નાગરિકોએ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સાબરમતી નદીમાં ન કરવું. તેના બદલે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત વિસર્જન કુંડોમાં પ્રતિમાઓનું વિસર્જન કરવું. આ પગલું લોકોની સલામતી અને પર્યાવરણના રક્ષણ માટે જરૂરી છે.

Ghandhinagar કલેક્ટરે સાબરમતી કાંઠે ન જવા કર્યો અનુરોધ

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના માણસા અને ગાંધીનગર તાલુકાના 28 ગામો, જે સાબરમતી નદીના કાંઠે આવેલા છે, તેમને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામોના રહેવાસીઓને નદીની નજીક ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટરે નગરજનોને સહકાર આપવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સાબરમતી નદીના વધતા જળસ્તરને લીધે જિલ્લા વહીવટીતંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. નગરજનોને આ મુશ્કેલ સમયમાં સતર્ક રહેવા અને વહીવટીતંત્રનો સાથ આપવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો:     Rajkot: કોર્ટના નિવૃત કર્લાક ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોને ઝડપ્યા

Tags :
Collector Mehul DaveFlood AlertGandhinagarGandhinagar NewsSabarmati River
Next Article