Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : Corona નાં વધતા સંક્રમણ અંગે આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા, જણાવ્યું આ શહેરમાં સૌથી વધુ કેસ

વિભાગે જણાવ્યું કે, ઓમિક્રોનનાં સબલિંક પ્રકારનો આ વાઇરસ છે. આપણી પૂરી તૈયારી છે અને સરકાર પણ સજ્જ છે.
gandhinagar   corona નાં વધતા સંક્રમણ અંગે આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા  જણાવ્યું આ શહેરમાં સૌથી વધુ કેસ
Advertisement
  1. રાજ્યમાં Corona વાઇરસને લઈને આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા
  2. રાજ્યમાં મે મહિનાનાં કોરોનાનાં કેસો જોવા મળ્યા : આરોગ્ય વિભાગ
  3. 'અમદાવાદમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે, હાલ 461 દર્દી એક્ટિવ'
  4. 'ઓમિક્રોનનાં સબલિંક પ્રકારનો વાયરસ છે, સરકાર સંપૂર્ણ સજ્જ છે'

Gandhinagar : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાં વાઇરસને (Corona Cases in Gujarat) લઈ આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા સામે આવી છે. વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં મે મહિનાનાં કોરોનાનાં કેસો જોવા મળ્યા છે. હાલ, 461 દર્દી એક્ટિવ છે. અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ કેસ નોંધાયા છે. વિભાગે જણાવ્યું કે, ઓમિક્રોનનાં સબલિંક પ્રકારનો આ વાઇરસ છે. આપણી પૂરી તૈયારી છે અને સરકાર પણ સજ્જ છે. નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. સાવચેતી રાખવી અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું.

આ પણ વાંચો - Rajkot Corona Cases : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં વધારો, જાણો શું છે સ્થિતિ ?

Advertisement

Advertisement

રાજ્યમાં મે મહિનાનાં કોરોનાનાં કેસો જોવા મળ્યા : આરોગ્ય વિભાગ

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થતા હવે કોરોના વાઇરસની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગની (Gujarat Health Department) પ્રતિક્રિયા સામે આવી છે. જાહેર આરોગ્ય વિભાગનાં અધિક નિયામક નીલમ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં મે મહિનાના કોરોનાના કેસો જોવા મળ્યા. જ્યારે અમદાવાદમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે, હાલ 461 દર્દી એક્ટિવ કેસ છે. નીલમ પટેલે વધુમાં કહ્યું કે, ઓમિક્રોનનાં સબલિંક (Omicron Virus) પ્રકારનો આ વાઇરસ છે. આપણી તૈયારી પૂરી છે અને સરકાર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.

આ પણ વાંચો - Corona: અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો જાણી દંગ રહેશો

'જરૂરી દવાઓ અને જથ્થો ખરીદી લેવામાં આવ્યો છે'

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા વિવિધ હોસ્પિટલોમાં પણ મોકડ્રીલ કરી બધું સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. જરૂરી દવાઓ અને જથ્થો ખરીદી લેવામાં આવ્યો છે આથી, નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. માઇલ્ડ લક્ષણો હોય તો નિદાન કરી અને ભીડની જગ્યા જવાનું ટાળવું જોઈએ. તેમણે અપીલ કરી કહ્યું કે, નાગરિકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની અને કોરોનાની સરકારી અને મેડિકલ ગાઇડલાઇનનું (Corona Guideline) પાલન કરવું જરૂર છે.

આ પણ વાંચો -Corona Cases : અમદાવાદીઓ સાચવજો..! છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા!

Tags :
Advertisement

.

×