Gandhinagar : LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર, આપ્યા આ નિર્દેશ
- LC માં નામ લખવાની પદ્ધતિને લઈને શિક્ષણ વિભાગનો પરિપત્ર
- પહેલા બાળકનું નામ પછી માતા-પિતાનું લખાશે નામ
- હવે LC માં અટકને છેલ્લે લખવા શિક્ષણ વિભાગનો નિર્દેશ
- આધાર, APAAR અને LC માં નામ સરખા હોવા જોઈએ
- નામનાં ફોર્મેટની એકરૂપતા જળવાય રહે તે માટે અપાય સૂચના
Gandhinagar : શાળા તંત્ર, વિદ્યાર્થીઓ, વાલીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. શાળામાં વિધાર્થીના LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ હવે પહેલા બાળકનું નામ પછી માતા-પિતાનું નામ લખાશે અને ત્યાર બાદ અટક લખાશે. હવે LC માં અટકને છેલ્લે લખવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરી નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો - Rajkot Lok Mela : લોકમેળો યોજાશે કે નહીં ? ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત
LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર
શાળામાં ભણતા વિદ્યાર્થી માટે LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ હોય છે. તેમાં નામ ફેરફાર હોવાથી ઘણી વખત વિદ્યાર્થી અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી, હવે એલસીમાં વિદ્યાર્થીનું નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં એલસીમાં વિદ્યાર્થીનું નામ કેવી રીતે લખવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત
પહેલા બાળકનું નામ પછી પિતા કે માતાનું નામ અને છેલ્લે અટક લખવા નિર્દેશ
શિક્ષણ વિભાગનાં પરિપત્ર અનુસાર હવેથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) માં પહેલા બાળકનું નામ પછી પિતા કે માતાનું નામ અને છેલ્લે અટક લખવા નિર્દેશ અપાયા છે. આધાર કાર્ડ, APAAR ID અને LC માં નામ સરખા હોવા જોઈએ. એલસીમાં નામનાં ફોર્મેટની એકરૂપતા જળવાય રહે તે માટે પણ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!