Gandhinagar : પૂર્વ મુખ્ય સચિવ પંકજભાઈ જોશીને મહત્ત્વની જવાબદારી સોંપાઈ, GERC માં મુકાયા
- પૂર્વ મુખ્ય સચિવ Pankajbhai Joshi ને GERC માં મુકાયા
- GERCના ચેરમેન તરીકે પંકજભાઈ જોશીની નિમણૂક
- ઓક્ટોબરમાં મુખ્ય સચિવ તરીકે વયનિવૃત થયા હતા
- GERC એટલે ગુજરાત ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન
Gandhinagar: રાજ્યનાં પૂર્વ મુખ્ય સચિવ IAS પંકજભાઈ જોશીને (Pankajbhai Joshi) વધુ એક નવી અને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્ય સચિવ પંકજભાઈ જોશીને GERC માં મુકાયા છે. GERC નાં ચેરમેન તરીકે પંકજભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પંકજભાઈ જોશી ઓક્ટોબરમાં મુખ્ય સચિવ (Former Chief Secretary) તરીકે વયનિવૃત થયા હતા. ત્યારે હવે GERC ની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે.
આ પણ વાંચો - Junagdh: એક જ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ ઝડપાઈ, માલિક સામે ગુનો નોંધાયો
GERC નાં નવા ચેરમેન તરીકે Pankajbhai Joshi ની નિમણૂક
પૂર્વ મુખ્ય સચિવ આઈએએસ પંકજભાઈ જોશીને (IAS Pankaj Joshi) સરકાર દ્વારા મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હવે, તેઓ GERC ની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. GERC નાં ચેરમેન તરીકે પંકજભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, GERC એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (Gujarat Electricity Regulatory Commission), GERC રાજ્ય સ્તરે વીજળી ઉદ્યોગનું નિયમન કરતી સંસ્થા છે.
આ પણ વાંચો - Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ
ઓક્ટોબરમાં મુખ્ય સચિવ પદેથી થયા નિવૃત
GERC એ વિતરણ, ટ્રાન્સમિશન, ભાવ-નિયમ અને ગ્રાહક સુરક્ષા જોવે છે. નોંધનીય છે કે, IAS અધિકારી પંકજભાઈ જોશી રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ હતા. તેઓ ઓક્ટોબર મહિનામાં મુખ્ય સચિવ પદેથી નિવૃત થયા હતા. ત્યારે હવે, તેઓ GERC માં ચેરમેન તરીકેનો પદભાર સંભાળશે.
આ પણ વાંચો - Ahmedabad ની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી