Gandhinagar : ગણેશ ચતુર્થી પહેલા ST નિગમનાં કર્મીઓ માટે આનંદનાં સમાચાર, સરકારનો મોટો નિર્ણય
- ગુજરાત ST નિગમનાં કર્મચારીઓ માટે આનંદનાં સમાચાર
- કર્મચારીઓને ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો
- કર્મચારીઓને હવેથી 55 ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય
- ભાદરવી પૂનમ મહામેળામાં એસ.ટી. નિગમની વિશેષ વ્યવસ્થા
- અંબાજી ભાદરવી પૂનમ પર 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
Gandhinagar : ગુજરાતનાં ST નિગમનાં (Gujarat ST Corporation) કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. કર્મચારીઓને ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. કર્મચારીઓને હવેથી 55 ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય કરાયો છે. મોંઘવારી ભથ્થાનાં (Dearness Allowance) એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય બાદ કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ ST નિગમનાં કર્મીઓને મળશે. બીજી તરફ ભાદરવી પૂનમ મહામેળામાં (Ambaji Bhadarvi Poonam Mahamela) દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો - Kutch : સ્થાનિકોએ કહ્યું- અન્ન મૂક્યું છે, જળ મૂકવું પડશે તો એ પણ મૂકીશું..!
કર્મચારીઓને હવેથી 55 ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય
ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) પહેલા ગુજરાતમાં ST નિગમનાં કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. સરકારે કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી 55% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય કરાયો છે. વધારાની સાથે મોંઘવારી ભથ્થાનાં એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારનાં આ નિર્ણયથી એસ.ટી. નિગમનાં કર્મચારીઓને કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ મળશે. ગૃહ રાજ્યમંત્રી અને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
આ પણ વાંચો - ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનની હડતાળ : જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે વકીલોનો આક્રોશ
અંબાજી ભાદરવી પૂનમ પર 5500 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
બીજી તરફ ભાદરવી પૂનમ મહામેળામાં (Ambaji Bhadarvi Poonam Mahamela) દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે એક્સ્ટ્રા બસો (Gujarat ST Bus) દોડાવવામાં આવશે. 1 થી 07 સપ્ટેમ્બર 2025 સુધી કુલ 5500 એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ વર્ષે મુખ્ય મથકના રૂટ્સ અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત રહેશે. નોંધનીય છે કે, ગત વર્ષે ગુજરાત ST નિગમે અંબાજીનાં ભાદરવી પૂનમના મેળામાં 5100 એક્સ્ટ્રા બસો સાથે 10.92 લાખ દર્શનાર્થીઓને સેવા આપી હતી.
આ પણ વાંચો - Navratri 2025 : ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક મામલે આયોજકનું મહત્ત્વનું નિવેદન!