Gujarat News Today : ગુજરાતભરમાં આજે શ્રાવણ માસના પર્વો અને મહત્વપૂર્ણ ઘટનાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી અને શીતળા સાતમની ઉજવણીનો અનેરો ઉત્સાહ છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાંથી અનેક મોટા અને પ્રમુખ અહેવાલો સામે આવ્યા છે.
Gujarat News Today : ગુજરાતભરમાં આજે શ્રાવણ માસના પર્વો અને મહત્વપૂર્ણ ઘટનાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી અને શીતળા સાતમની ઉજવણીનો અનેરો ઉત્સાહ છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાંથી અનેક મોટા અને પ્રમુખ અહેવાલો સામે આવ્યા છે. ગાંધીનગરમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશનની બે દિવસીય મુલાકાત યોજાઈ રહી છે, જ્યાં આજે અધ્યાક્ષ જસ્ટિસ વી. રામાસુબ્રમણીયન પત્રકાર પરિષદ યોજાશે.
સુરતમાં શરુ થશે સિગ્નલ સ્કૂલ
સુરતમાં ભીખ માંગતા બાળકોના ભવિષ્ય માટે અનોખી 'સિગ્નલ સ્કૂલ' શરૂ કરવામાં આવી છે. 'ભિક્ષા નહીં, શિક્ષા' ના ધ્યેય સાથે સિટી લિંક બસને સ્કૂલમાં ફેરવીને બાળકોને શિક્ષણ, ભોજન અને સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. તેમજ બારડોલીની મઢી સુગર મિલની ચૂંટણી માટે આજે સહકાર અને કિસાન પરિવર્તન પેનલ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે.
બરોડા ડેરીના ડિરેક્ટરોને અપાયેલી નોટિસનો આપશે જવાબ
રાજકોટ અને જૂનાગઢમાં શીતળા સાતમને લઈને મંદિરો તથા પવિત્ર શીતળા કુંડ પર મહિલાઓની ભારે ભીડ જોવા મળી છે. વડોદરામાં બરોડા ડેરીના 11 ડિરેક્ટરોને અપાયેલી નોટિસ મામલે આજે રજિસ્ટ્રાર સમક્ષ જવાબ રજૂ થશે. જામનગરમાં ઐતિહાસિક ભૂચર મોરી યુદ્ધના શહીદોની યાદમાં વિશેષ કાર્યક્રમો યોજાશે. પંચમહાલના ટુવા ગામે ખેડૂતો માટે 'ખેડૂત હાટ બજાર'નો શુભારંભ થવા જઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને સીધો લાભ મળશે. અંબાજી સહિત સમગ્ર રાજ્યમાં શીતળા સાતમના પર્વ નિમિત્તે ઠંડા ભોજનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સુરત સમરસ હોસ્ટેલ બહાર ભારે હોબાળો: બોયઝ હોસ્ટેલમાં જમવામાં વંદો મળતાં વિદ્યાર્થીઓ લાલઘૂમ