ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગાંધીના ગુજરાતમાં દારૂની લૂંટ....

Gandhinagar : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે. હવે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar )માં દારૂની લૂંટ જોવા મળી છે. જેનાથી આપણે જોઈ શકીએ છે કે ગુજરાતમાં દારૂબંધી...
01:10 PM Jan 11, 2024 IST | Maitri makwana
Gandhinagar : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે. હવે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar )માં દારૂની લૂંટ જોવા મળી છે. જેનાથી આપણે જોઈ શકીએ છે કે ગુજરાતમાં દારૂબંધી...

Gandhinagar : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે. હવે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar )માં દારૂની લૂંટ જોવા મળી છે. જેનાથી આપણે જોઈ શકીએ છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ છે.

ગાંધીનગર પાસે આવેલા પ્રાંતિયા ગામે દારૂની લૂંટ

ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા પ્રાંતિયા ગામે દારૂની લૂંટ જોવા મળી આવી છે. મળતી માહિતી અનુસાર પ્રાંતિયા ગામે એક કારનો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કારનો વહેલી સવારે અકસ્માત થયો હતો. આ કાર દારૂથી ભરેલી હતી. જેથી અકસ્માત બાદ લોકો દારૂની બોટલ લઈને દોડતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં દારુબંધી છે છતાં પાડોશી રાજ્યોમાંથી લાખો લિટર દારુ ગુજરાતમાં આવે છે. પોલીસ દારુને પકડે પણ છે છતાં ઘણો દારુ ગુજરાતમાં ઘુસાડવામાં બુટલેગરો સફળ પણ થાય છે. આ જે કારને અકસ્માત થયો તેમાં દારુ ક્યાંથી લવાતો હતો અને કોણ લાવતું હતું તે તપાસનો વિષય છે. પોલીસ સમગ્ર મામલાની હાલ તપાસ કરી રહી છે. અવાર નવાર આવા બનાવો બને છે જેમાં દારુ ભરીને જતા વાહનોને અકસ્માત થાય છે અને ત્યારબાદ લોકો દારુની બોટલોની લૂંટ પણ ચલાવે છે. અકસ્માતમાં દારુની રસ્તામાં રેલમછેલ પણ થાય છે. ગાંધીનગર પાસે સર્જાયેલા આ અકસ્માતમાં વાહનમાં દારુ હોવાની જાણ થતાં લોકો દારુની બોટલ લૂંટીને જતા જોવા મળ્યા હતા જેના પગલે અન્ય વાહન ચાલકોમાં પણ ઉત્તેજના જોવા મળી હતી. દારુની ગંધ પણ આવી રહી હતી જેથી પોલીસે સમગ્ર મામલાની તપાસ કરવી જરુરી છે.

આ પણ વાંચો - Vibrant Summit અંતર્ગત સેમિનારમાં કેન્દ્રિય મંત્રી નીર્મલા સીતારમણનું નિવેદન

આ પણ વાંચો -  Shaktisinh Gohil : ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી :શક્તિસિંહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GandhinagarGift CityGujaratGujarat FirstGujarat NewsliquorLiquor newsLiquor robberymaitri makwana
Next Article