ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

Gandhinagar: આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
11:44 AM Nov 19, 2024 IST | VIMAL PRAJAPATI
Gandhinagar: આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
Gandhinagar
  1. ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ
  2. ડો.પ્રશાંત વઝીરાણી સહિત 4 ડોક્ટર પણ સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ
  3. આરોગ્ય વિભાગની કૌભાંડી ડૉક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી

Gandhinagar: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં એવી અનેક હોસ્પિલટો છે, જેમાં PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. મહત્વની વાત છે કે, અત્યારે આવી અનેક હોસ્પિટલોના નામ પણ સામે આવ્યાં છે. જે બાબતે અત્યારે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ

નોંધનીય છે કે, અત્યારે PM-JAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરીને મોટી કાર્યવાહી કરીને આવી રીતે કૌભાંડ આચરતી હોસ્પિટલનો ચેતવણી આપી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની 03 હોસ્પિટલ, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કાર્યવાહી PM-JAYમાં આવતી અન્ય હોસ્પિટલો માટે પણ ચેતવણીરૂપ છે.

આ પણ વાંચો: Vadodara : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી!

ડો.પ્રશાંત વઝીરાણી સહિત 4 ડોક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ

હોસ્પિટલો સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં DCH સ્પેશિયાલિસ્ટ Dr. Hiresh Mashru, Radiation Oncologist Dr. Ketan Kalariya, Surfical Oncologist Dr.Mihir Shah અને Cadidaogist Dr. Prashant Vazirani ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ ડૉક્ટરોને કરવામાં PM-JAY યોજનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેથી આવી રીતે અન્ય કોઈ હોસ્પિટલમાં ડૉક્ટરો કૌભાંડ કરતા પહેલા વિચાર કરે!

આ પણ વાંચો: Jetpur: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

કૌભાંડી ડૉક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી

લોકો ડૉક્ટરનો ભગવાન ગણતા હોય છે પરંતુ આવા ડૉક્ટરો માત્ર પૈસા માટે દર્દીના શરીર સાથે રમત રમીને સરકાર પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. જેથી સેવાને ધંધો બનાવી બેઠેલા કૌભાંડી ડૉક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એટલું જ નહીં પરંતુ આવી રીતે કૌભાંડ આચતે તો તેમના લાયસન્સ જ રદ કરી દેવા જોઈએ. જેની પાસે લોકો પોતાના દર્દની દવા કરવામાં માટે આવતા હોય અને તે ડૉક્ટરો જ આવી રીતે વર્તન કરે તો જે સારા અને સાચા ડૉક્ટરો છે તેમના પરથી પણ લોકોને વિશ્વાસ ઊઠી જાય. જેથી કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. જો કે, કાર્યવાહીના ભાગ રૂપે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 7 હોસ્પિટલો અને 4 ડૉક્ટરનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Patan Ragging Case : જુનિયર વિદ્યાર્થીનાં મોત બાદ રેંગિગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ

 

Tags :
Ayushman Bharat PM-JAY SchemeGandhinagarGandhinagar NewsGujarat health departmentGujarati Newshealth department ActionKhyati HospitalKhyati Hospital NewsLatest Gandhinagar NewsMajor action of health departmentPM-JAY schemePM-JAY scheme NewsVimal Prajapati
Next Article