Gandhinagar: બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'મિશન જર્મની 111' ભવ્ય કાર્યક્રમ યોજાયો
Gandhinagar : ગાંધીનગર ટાઉનહોલ ખાતે બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ધી એમ્પાયર ઇમિગ્રેશનના સહયોગથી તાજેતરમાં ગુજરાત ભરના બ્રહ્મ સમાજના (Brahmo Samaj)લાભાર્થે મિશન જર્મની 111 અંતર્ગત (Mission Germany 111)એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
બ્રહ્મ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ વિદ ગિજુભાઈ ભરાડ,હાસ્ય કલાકાર અને દાનવીર પદ્મશ્રીડો.જગદીશ ત્રિવેદી,વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના ડોક્ટર ટી એસજોશી,ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન પ્રમુખ જતીનભાઈ ભરાડ,સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ છેલભાઈ જોશી,સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ ભરતભાઈ રાવલ,બ્રહ્મ અગ્રણી ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ,મદદનીશ શિક્ષણ સચિવ પુલકિત જોશી,દુર્ગા ધામના અધ્યક્ષ ભાવેશભાઈ રાજ્યગુરુ,કડી વિશ્વવિદ્યાલયના ડીન ડો.ભાવિન પંડ્યા,પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ગુજરાતના શૈલેષભાઈ ઠાકર,બ્રહ્મદેવ સમાજ રાજકોટના પ્રમુખ મિલન શુક્લ,નાયબ પશુપાલન નિયામક ડોક્ટર સુકેતુ ઉપાધ્યાય,સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર (સે.૧૬) પ્રમુખ નરેશભાઈ દવે, ઉપપ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના હરગોવિંદ શિરવાડિયા,બ્રહ્મ અગ્રણી અને નોટરી નિલેશ પંડ્યા,અગ્રણી ચંદ્રકાંત મહેતા,સુખદેવ દવે,વિનુભાઈ ચાવ,અશોકભાઈ ત્રિવેદી,તેમજ ગાંધીનગરના કોર્પોરેટર મતી શૈલાબેન ત્રિવેદી,હેમાબેન ભટ્ટ,અંજનાબેન મહેતા, મહિલા મોરચાના શ્રીમતી વંદનાબેન ઠાકર ,અલકાબેન ત્રિવેદી, તેમજ રુદ્રાક્ષ એસોસિએશનના મેહુલભાઈ રાવલ, ગ્રેવિટી ફિલ્મ્સના અમિતભાઈ દવે, સહિત ગુજરાત ભરના બ્રહ્મ સમાજના મહાનુભાવો અને બ્રહ્મ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટી ગણ દ્વારા સંત શ્રીમુક્તાનંદ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય
આ કાર્યક્રમનો શુભારંભ વિદ્વાન ભૂદેવોના મુખેથી વહેતી વેદોક્ત મંત્રોચ્ચારની સાથે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીગણ અને સંત શ્રીમુક્તાનંદ બાપુ તેમજ મંચસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી થયો હતો. દરમિયાન, તાજેતરમાં થયેલ પુલવામાં આતંકી હુમલામાં શહીદીને ઓમકારના ઉચ્ચારણ સાથે એક મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ક્રાંતિકારી સંત શ્રીમુક્તાનંદ બાપુનું ફુલહાર,સાલ,મોમેન્ટોથી ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જોશી,અધ્યક્ષ સુનિલભાઈ રાવલ,મંત્રી પુષ્પકભાઈ શુક્લ,ઉપપ્રમુખ મૌલિકભાઈ શુક્લ,સહજાનચી જીતેન્દ્રભાઈ ઠાકર,ટ્રસ્ટીઓ શ્રી મયુરભાઈ રાવલ ,અને શ્રીમતી શિલ્પાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ગિજુભાઈ ભરાડ,પદ્મશ્રી જગદીશ ત્રિવેદી,બ્રહ્મ અગ્રણી છેલભાઈ જોશી, સહિત મહાનુભાવો અને દરેક બ્રહ્મ અગ્રણીઓનું સ્વાગત અને સન્માન પણ સાલ,ફૂલહાર,પુષ્પગુચ્છ અને ચંદન વૃક્ષનો છોડ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું .
મિશન જર્મની 111 પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો
મિશન જર્મની 111'પ્રોજેક્ટ વિશે મૌલિકભાઈ રાવલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવેલ જ્યારે ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જોશી દ્વારા આ અંગે વિસ્તૃત પણે જાણકારી અને ઉપસ્થિત ઉમેદવારોના પ્રશ્નોત્તરીના જવાબો આપી 'ધી એમ્પાયર ઇમિગ્રેશન'માત્ર સમાજ અને ટ્રસ્ટને સહયોગ આપવાના ભાવ સાથે કોઈપણ પ્રકારની કન્સલ્ટન્સી ફી લીધા વિના સમાજના હિતમાં કામ કરી રહેલ છે.જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ એ જણાવેલ કે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ને નોકરી ધંધાર્થે જર્મની જવા માટેનું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયેલ છે જેનો લાભ સમાજના મહત્તમ ઉમેદવારો લઈ શકે અને બીજી કોઈ ભ્રામક વાતોમાં ન આવે આ આયોજનમાં અમારો સંપૂર્ણ સહયોગ અને જવાબદારી પણ છે.પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીએ સમાજે એક બની સમાજના ઉત્કર્ષ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહી ખરા અર્થમાં સમાજના હિતમાં કામ કરી રહેલ આ ટ્રસ્ટ અને સામાજિક સંસ્થાઓને ઉપયોગી થવા પોતાની આગવી ભાષામાં અપીલ કરી હતી
પૂ.સંત શ્રીમુક્તાનંદ બાપુએ કહી આ વાત
ક્રાંતિકારી સંત પૂજ્ય શ્રીમુક્તાનંદ બાપુએ જણાવ્યું કે'સમાજ સર્જનની વિચારધારા અપનાવે ખંડનની નહીં,તમેં સમાજ ઉપયોગી સારા કાર્યો કરો એટલે દરેક પ્રકારની મદદ તો ચોક્કસ મળી જ રહેશે આ અંગે જરા પણ ચિંતા કરવાની નથી ,રાષ્ટ્રીય સ્તરે સમાજના વિકાસ માટે કોઈ સંસ્થા ન હોય જે અંગે પણ વિચારવું અને એમાં પણ અમારો સહયોગ હંમેશા મળી રહેશે', સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોશી એ પોતાના આક્રમક અંદાજમાં ટ્રસ્ટના આ કાર્યની વારંવાર પ્રશંસા કરી અને સમાજમાં થતા આવા પ્રેરણાત્મક કાર્યમાં સહકાર આપવાને બદલે ખરાબ વાતો અને પ્રચાર કરતા સમાજના જ તત્વોને આવું ન કરવા ખુલ્લી ચેતવણી આપેલ. આ સિવાય ઉપસ્થિત બ્રહ્મ સમાજના અનેક પ્રબુદ્ધ અગ્રણીઓ શિક્ષણ વિદો, અને અગ્રણીઓ દ્વારા ટ્રસ્ટ દ્વારા થઈ રહેલ કાર્યોની સરાહના કરી આ કાર્યક્રમને બિરદાવી ખુશી વ્યક્ત કરેલ કાર્યક્રમના અંતે ટ્રસ્ટના મંત્રી પુષ્પકભાઈ શાસ્ત્રી એ ટ્રસ્ટ દ્વારા કરેલા કાર્યો અને આગામી કાર્યો વિશે જાણકારી આપી કાર્યક્રમમાં સહભાગી સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.