Gandhinagar : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન
Gandhinagar : ભારત સરકારનાં નાણા મંત્રાલયનાં સંતૃપ્તિ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર રિજિયનની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની (Central Bank of India) ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં સામાજિક સુરક્ષા યોજનાઓ, રિ-કેવાયસી અને નાણાકીય સમાવેશને લગતા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે, રિજનલ હેડ શ્રી ચંદન કુમાર અને ઝોનલ હેડ શ્રીમતી કવિતા ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપ્યૂટી જનરલ મેનેજર સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતનાં સુશ્રી વીણા શાહ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી જગદીશ પાટીલ, સાઇબર સિક્યુરિટીનાં શ્રી રાજેશજી, લીડ બેંક ઓફિસનાં શ્રી નીરજજી, સરપંચ હેતલ બિન, નાયબ સરપંચ હિરલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - મુંબઈથી અમદાવાદ હવે માત્ર 2 કલાકમાં, Bullet Train અંગે રેલવે મંત્રીએ આપ્યું મોટું અપડેટ