Gandhinagar : TET-TAT ના ઉમેદવારો લડી લેવાના મૂડમાં, મંત્રીએ કહ્યું, 'ભરતી થશે જ'
Gandhinagar : આજે રાજ્યભરમાંથી TET અને TAT પરીક્ષાના ઉમેદવારો પોતાના પડતર પ્રશ્નોને લઇને ગાંધીનગર ખાતે એકત્ર થઇને આંદોલનના માર્ગે ચઢ્યા (TET-TAT EXAM CANDIDATES GATHER FOR JOB RECRUITMENT AND OTHER RELATED ISSUE - GANDHINAGAR) છે. તેમની માંગ છે કે, શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી કરવામાં આવે. આ તકે કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણમંત્રી પ્રફૂલ માનસેરિયા (EDUCATION MINISTER OF GUJARAT - PRAFUL PANSHERIYA SAID GOVT TO COMPLETE RECRUITMENT SOON) એ જણાવ્યું છે કે, કોઇની પણ વાતોમાં આવીને શિક્ષકોએ આંદોલન ના કરવું જોઇએ. સરાકરે વાયદો કર્યો છે કે ભરતી થશે, એટલે ભરતી થશે જ.
કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પુરતો બંદોબસ્ત ગોઠવાયો
રાજ્ય સરકાર દ્વારા અગાઉ 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ જાહેરાત કર્યા બાદ વિવિધ કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થતો હતો. જેને પગલે આજે રાજ્યભરમાંથી TET અને TAT પરીક્ષાના ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્ર થયા છે. અને શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ઝડપી અને ક્રમિક બનાવવાની માંગ બુલંદ કરી રહ્યા છે. સાથે જ ભરતીમાં જગ્યાનો વધારો કરવામાં આવે તેવી પણ તેમની માંગ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલનના માર્ગે વળતા કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને જરૂર પડ્યે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં નહીં સમજતા ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી રહી છે.
કોઇની વાતોમાં આવીને શિક્ષકોએ આંદોલન ના કરવું જોઇએ
બીજી તરફ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટલાક કારણોસર વિલંબ થયો છે. આચાર સંહિતાના કારણે પણ વિલંબ થયો છે. કોઇની વાતોમાં આવીને શિક્ષકોએ આંદોલન ના કરવું જોઇએ. સરકારે વાયદો કર્યો છે, એટલે ભરતી થશે જ. આમ, રાજ્ય સરકાર પણ ભરતી પ્રક્રિયાને લઇને પોતાની કટિબદ્ધતા દર્શાવી રહી છે.
આ પણ વાંચો --- Gandhinagar : લગ્નના માંડવામાં ભારત-પાકિસ્તાન મેચનું જોવા મળ્યું Live પ્રસારણ