Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : BJP નાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું આજે વહેલી સવારે થયું અવસાન

ગાંધીનગર (Gandhinagar) દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે નિધન 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 ના અંતિમધામ નીકળશે ગુજરાતનાં રાજકારણમાંથી (Gujarat Politics) એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. ગાંધીનગર દક્ષિણનાં...
gandhinagar   bjp નાં પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું આજે વહેલી સવારે થયું અવસાન
Advertisement
  1. ગાંધીનગર (Gandhinagar) દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે નિધન
  2. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા
  3. તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 ના અંતિમધામ નીકળશે

ગુજરાતનાં રાજકારણમાંથી (Gujarat Politics) એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું (Shambhuji Thakor) આજે સવારે દુઃખદ નિધન થયું છે. 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. માહિતી મુજબ, આજે સવારે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ નીકળશે.

આ પણ વાંચો - Vadodara : જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ, એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને..! જુઓ Video

Advertisement

Advertisement

પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું દુઃખદ નિધન

ભારતીય જનતા પાર્ટીનાં (BJP) અને ગાંધીનગર દક્ષિણનાં (Gandhinagar South) પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે દુઃખદ અવસાન થયું છે. શંભુજી ઠાકોર 74 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા. આજે સવારે તેમનું નિધન થતાં ગમગીની છવાઈ છે. માહિતી મુજબ, આજે સવારે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન બાદ અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ માટે નીકળશે.

આ પણ વાંચો - Ganesh Gondalનું તેના પરિવારજનો અને સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત, હાઈકોર્ટે આપ્યાં છે શરતી જામીન

2017 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

જણાવી દઈએ કે, શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર (Gandhinagar) દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor) જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો - Mandvi: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક - ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું, જુઓ આ તસવીરો

Tags :
Advertisement

.

×