Gandhinagar: સચિવાલયમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું, અનાજ વિતરણની ફરિયાદ બાદ આપઘાતનો પ્રયાસ
- સ્વર્ણિમ સંકુલ એક માં મહિલાએ ઝેર ગટગટાવ્યું
- મહિલા ને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાઈ
- અંકલેશ્વર ની મહિલા પતી સાથે સચિવાલય આવી હતી
- અનાજના પ્રશ્નને લઈ રજૂઆત કરવા આવ્યા હતા
Gandhinagar: ગાંધીનગરમાં સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1 માં એક ચોંકાવનારી ઘટના બની હતી. અંકલેશ્વરના ગ્રામ્યની એક મહિલાએ પોતાની રજૂઆતનો નિકાલ ન આવતાં હતાશામાં ઝેરની બાટલી કાઢીને ગટગટાવી લીધું હતું. આ મહિલા તેના પતિ સાથે સવારથી જ ખેતીવાડી અને ખાદ્ય-નાગરિક પુરવઠા વિભાગમાં અનાજ વિતરણ અને રેશનકાર્ડ સંબંધિત ફરિયાદ લઈને આવી હતી.
સ્વર્ણિમ સંકુલમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું
પરિવારનો આક્ષેપ છે કે તેમના ગામમાં રેશનકાર્ડ સંબંધિત સમસ્યાઓ છે અને તેની રજૂઆત કરવા છતા કોઈ સાંભળતું નથી. ત્યારે આ સમસ્યાથી ત્રસ્ત મહિલા તેના પતિ સાથે સચિવાલય આવી હતી ત્યારે વારંવાર ચક્કર લગાવવા છતાં કોઈ નિકાલ ન આવતાં તેને અચાનક ઝેરની બાટલી કાઢી અને પી ગઈ. આ જોઈને આસપાસના લોકો અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા. તુરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ
હાલ તેની હાલત ગંભીર જણાવાઈ છે.આ ઘટનાએ સચિવાલયમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના ફરી એકવાર સરકારી કચેરીઓમાં લોકોની રજૂઆતોના ઝડપી નિકાલના અભાવ તરફ આંગળી ચિંધે છે.
અહેવાલ: NIKUNJ JANI
આ પણ વાંચો : મોરબીમાં GST વિભાગના મોટા દરોડા : સિરામિક યુનિટ્સ અને આંગડિયા પેઢીઓ પર કડક કાર્યવાહી


