ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi : સુરત પો. હેડ ક્વાર્ટરમાં શ્રીજી બિરાજમાન, જામનગરમાં વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી

આજે શુભ મૂહુર્ત અને ચોઘડીયામાં ભક્તોએ ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરી.
04:10 PM Aug 27, 2025 IST | Vipul Sen
આજે શુભ મૂહુર્ત અને ચોઘડીયામાં ભક્તોએ ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરી.
Ganesh Chaturthi 2025_Gujarat_first
  1. સુરત પોલીસ દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી (Ganesh Chaturthi 2025)
  2. પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા
  3. જામનગરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ
  4. કાલાવડમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી

Ganesh Chaturthi 2025 : આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવની (Ganeshotsav) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આજે શુભ મૂહુર્ત અને ચોઘડીયામાં ભક્તોએ ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરી. દરમિયાન, ગણપતિબાપા મોરીયાનાં ગગનભેદી નાદથી માહોલ ગુંજી ઉઠયા હતા. ડાયમંડ સિટી સુરતમાં (Surat) પોલીસ દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે, જામનગરમાં (Jamnagar) કાલાવડમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ગણેશજીની રંગોળી બનાવી છે.

આ પણ વાંચો - Vadodara શહેરને સૂરજદાદાના પ્રકોપથી બચાવે છે એક હાથીની પ્રતિમા

સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજીને બિરાજમાન કરાયા

આજે ગણેશ ચતુર્થી નિમિત્તે (Ganesh Chaturthi 2025) સુરતમાં પોલીસ દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. સુરતનાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. દરમિયાન, ગણપતિબાપા મોરીયાનાં ગગનભેદી નાદથી માહોલ ગુંજી ઊઠ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત (Anupam Singh Gehlot) ગણપતિ દાદાની પૂજા કરાઈ હતી. ત્યારે, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સ્થાનિકો પણ હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, શહેરમાં 1 લાખ જેટલી નાની-મોટી ગણેશ મૂર્તિની સ્થાપના કરાશે. ભીડભાડમાં બાળકોનું ધ્યાન રાખવા માટે પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે. આ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકોને પણ ખાસ ધ્યાન રાખવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો - Ganesh Chaturthi: ભારતમાં ગણપતિ, તો થાઈલેન્ડ અને બાલી જેવા સ્થળોએ અંગ્રેજી નામોથી પૂજાય છે ગણેશજી

જામનગરમાં Ganesh Chaturthi ની ઉજવણી, માનવ સાંકળ રચી રંગોળી બનાવી

બીજી તરફ જામનગરમાં (Jamnagar) પણ ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જિલ્લાના કાલાવડમાં (Kalavad) વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને ગણેશજીની રંગોળી બનાવી હતી. નિકાવાની કાર્તિક વિદ્યાલયનાં વિધાર્થીઓએ માનવ સાંકળ બનાવીને ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. ગણેશજીની પ્રતિકૃતિ ગણેશ મહોત્સવનાં પ્રથમ દિવસે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પણ વાંચો - Ganesh Chaturthi 2025: આજથી ગણેશ ઉત્સવ શરૂ, ગણપતિ સ્થાપનાનો શુભ સમય અને પૂજા પદ્ધતિ જાણો

Tags :
Anupam Singh Gehlotganesh chaturthi 2025GaneshotsavGanpatibapa MoriyaGUJARAT FIRST NEWSJamnagarKalavadLord GaneshaNikavani Kartik VidyalayaReplica of GaneshaSuratTop Gujarati News
Next Article