ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરાયો

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ જખૌ બંદરે 8 મહીના પહેલા ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. 200...
07:04 PM May 09, 2023 IST | Vipul Pandya
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ જખૌ બંદરે 8 મહીના પહેલા ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. 200...

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ

જખૌ બંદરે 8 મહીના પહેલા ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને 25 એપ્રિલના ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજુ કરાયો હતો.ગત 14 સપ્ટેમ્બરના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ સમીપેના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા.પંજાબની જેલમાં બેઠેલા નાઇજિરિયન કેદી ઓબીન્ના ઉર્ફે ચીફ અને કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાની (રહે.પશ્ચિમ દિલ્હી)એ પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે આ માલ મંગાવ્યો હતો.જખૌના મીઠા પોર્ટ ખાતે હેરોઇન લેવા આવનાર જગ્ગીસિંઘ અને સરતાજ ઓસલીમ મલીકને અમદાવાદથી ઉઠાવી લેવાયા હતા.

 

અનિતાને શોધવા માટેના ચક્રો ગતિમાન

આ કેસમાં લોરેન્સ બિશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.રિમાન્ડ દરમ્યાન પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી છે. નાઇજિરિયન મહિલા અનિતા કે જે હાલ દિલ્હીમાં છે તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે અને બીશ્નોઈએ મહિલાના કહેવાથી માલ મંગાવી આપ્યો હતો.જેથી આ અનિતાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આજે બીશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં વધુ રિમાન્ડની માગણી ન થતા કોર્ટના હુકમ પ્રમાણે તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો---PM ફેલોશીપ માટે ખેડા જિલ્લાના નાનકડા ગામની દીકરીની પસંદગી

Tags :
GangsterGangster Lawrence BishnoiLawrence Bishnoi
Next Article