Garba permission:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવા?
- નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- મોડે સુધી ગરબાની છૂટ આપી તો અમુકને પેટમાં દુઃખવા લાગ્યું: હર્ષ સંઘવી
- ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાનાં? : હર્ષ સંઘવી
- ગયા વર્ષે મોડે સુધી ગરબા રમ્યા હતા અને આ વર્ષે પણ રમવા
Garba permission : ગુજરાતમાં વર્ષો બાદ સવાર સુધી ગરબા રમવાની છૂટ મળી છે. વર્ષો પહેલા સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાતા હતા. જેના બાદ ફરમાન આવ્યું અને ગરબાની સમય મર્યાદા 12 વાગ્યા સુધી થઈ. પરંતુ હવે ગુજરાતીઓ ફરીથી સવાર સુધી ગરબા કરી શકશે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેલૈયાઓને આ અનોખી ભેટ આપવામાં આવી છે. ત્યારે મોડે સુધી ગરબાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું (HarshSanghvi) નિવેદન સામે આવ્યું છે.
ખેલૈયાઓને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આપી ભેટ
નવરાત્રિના (Navratri)પ્રથમ નોરતે ગાંધીનગરના થનગનાટ ગ્રુપમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવાનો મામલે અને મોડે સુધી ગરબા રમવા અંગે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવા માટેની છૂટ આપી એમા અમુકને પેટમાં દુઃખવા લાગ્યું. ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા. ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબે રમવાનું છે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવીએ. ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી જે ઘરે પરત જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહિ હોય તેવી પણ અમે વ્યવસ્થાઓ કરી છે.
નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
મોડે સુધી ગરબાની છૂટ આપી તો અમુકને પેટમાં દુઃખવા લાગ્યું: હર્ષ સંઘવી
ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાનાં? : હર્ષ સંઘવી
ગયા વર્ષે મોડે સુધી ગરબા રમ્યા હતા અને આ વર્ષે પણ રમવાના:… pic.twitter.com/vJzdHNzGS3— Gujarat First (@GujaratFirst) October 3, 2024
આ પણ વાંચો -Surat:ડિંડોલીમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો કિસ્સો!
મોડી સુધી ગરબા રમાડવાનો ગેનીબેનનો વિરોધ
મોડા સુધી ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહરાજ્ય મંત્રીએ ગૃહ ખાતું અને કાયદા તથા વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઇ ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધી થાય એજ બરોબર હતું અને હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહ મંત્રીએ ગૃહ ખાતું કાયદો ને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની સૌની જવાબદારી છે.