Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Geographical Indication : GI ટેગ મળવાથી કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્પાદનોની નિકાસ ક્ષમતામાં વધારો

GI _ભારતના વારસાગત અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના 'વોકલ ફોર લોકલ' (Vocal for Local)અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ગુજરાતમાં સાર્થકતા મળી છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના 10થી વધુ વિશિષ્ટ ઉત્પાદનોએ ભૌગોલિક સંકેત (Geographical Indication - GI) ટેગ મેળવીને માત્ર સાંસ્કૃતિક વારસાને જાળવ્યો નથી, પરંતુ આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક માન્યતાનો માર્ગ પણ મોકળો કર્યો છે.
geographical indication   gi ટેગ મળવાથી કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્પાદનોની નિકાસ ક્ષમતામાં વધારો
Advertisement

👑 કચ્છ અને સૌરાષ્ટ્રના વારસાને 'GI ટેગ': 'વોકલ ફોર લોકલ'થી વૈશ્વિક ઓળખ  

Geographical Indication-GI _ભારતના વારસાગત અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના 'વોકલ ફોર લોકલ' (Vocal for Local)અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ગુજરાતમાં સાર્થકતા મળી છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના 10થી વધુ વિશિષ્ટ ઉત્પાદનોએ ભૌગોલિક સંકેત (Geographical Indication - GI) ટેગ મેળવીને માત્ર સાંસ્કૃતિક વારસાને જાળવ્યો નથી, પરંતુ આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક માન્યતાનો માર્ગ પણ મોકળો કર્યો છે.

GI ટેગ, જે ઉત્પાદનોને તેમની ઉત્પત્તિના પ્રદેશ સાથે જોડીને ગુણવત્તા અને વિશિષ્ટતાની ખાતરી આપે છે, તે કારીગરો અને ખેડૂતો માટે વૈશ્વિક ઓળખનું માધ્યમ બન્યો છે. વડાપ્રધાનશ્રી દ્વારા તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં આ ઉત્પાદનોનો વારંવાર ઉલ્લેખ અને કારીગરોને વ્યક્તિગત રીતે GI સર્ટિફિકેટ એનાયત કરવાની પ્રેરણાએ આ અભિયાનને વધુ બળ આપ્યું છે.

Advertisement

Geographical Indication:  વિકાસ ભી, વિરાસત ભી: ગુજરાતની વૈશ્વિક છલાંગ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી  પિયૂષ ગોયલના 'વિકાસ ભી, વિરાસત ભી'(Vikas bhi Virasat bhi)ના વિઝન હેઠળ ભારતે 2030 સુધીમાં 10,000 GI ટેગ્સ-GI tags સુધી પહોંચવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે ગુજરાત અગ્રેસર છે. કચ્છના પ્રખ્યાત કાપડથી લઈને સૌરાષ્ટ્રના પ્રિમિયમ કૃષિ ઉત્પાદનો સુધીના વારસાને પ્રમોટ કરીને, ગુજરાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સિદ્ધાંત પર ભાર મૂકે છે, જે સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પરિવર્તિત કરે છે.

Advertisement

Geographical Indication : કચ્છી ખારેક અને કેસર કેરી: કૃષિ વારસાની મિઠાસ

કૃષિ ઉત્પાદનોમાં, કચ્છના પ્રખ્યાત ઉત્પાદનોમાંની એક કચ્છી ખારેક તેના અદ્ભુત સ્વાદ અને પોષકતત્વોથી ભરપૂર ગુણવત્તા માટે જાણીતી છે, જેને GI ટેગ મળ્યો છે. સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગીરની કેસર કેરી 'કેરીની રાણી' તરીકે વ્યાપકપણે ઓળખાય છે, જેણે આ પ્રદેશના કૃષિ વારસાને વૈશ્વિક ફલક પર મૂક્યો છે.

 હસ્તકલાનો વૈભવ: કચ્છ અને સૌરાષ્ટ્રની કલાત્મકતા

કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો પરંપરા અને કલાત્મકતાથી સમૃદ્ધ છે. આ ક્ષેત્રની 10થી વધુ GI માન્યતાઓ સ્થાનિક કારીગરોને વૈશ્વિક ઓળખ આપીને તેમના વિકાસને પ્રોત્સાહન આપે છે:

  • કચ્છના વારસામાં: ભરતકામ, અજરખ બ્લોક-પ્રિન્ટિંગ, બાંધણી ટાઇ-ડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ અને કચ્છી શાલનો સમાવેશ થાય છે.

  • સૌરાષ્ટ્રના વિશિષ્ટ ઉત્પાદનોમાં: જામનગરી બાંધણી અને રાજકોટ પટોળા રેશમ વણાટનો સમાવેશ થાય છે, જેણે બોલિવુડ સેલિબ્રિટીના વોર્ડરોબમાં પણ સ્થાન મેળવ્યું છે. વધુમાં, સુરેન્દ્રનગરની ટાંગલિયા શાલ તેની વિશિષ્ટ કાપડ કલાના કારણે કલાના ઉત્સાહીઓ માટે વૈશ્વિક માંગ ઊભી કરી છે.

VGRC: નિકાસ ક્ષમતાને વેગ આપતું પ્લેટફોર્મ

રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રના હસ્તકલા અને હાથવણાટ કારીગરોની સ્થાનિક શ્રેષ્ઠતા અને નિકાસ સંભાવનાને ઉજાગર કરવા માટે સજ્જ છે.

આ બે દિવસીય કોન્ફરન્સ હેરિટેજ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, કારીગરો, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને પ્રોડક્ટ ડિઝાઇનર્સ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેઓ સરકારી ઇ-માર્કેટપ્લેસ, રોકાણકારો, ખાનગી સાહસો અને અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સહયોગ કરીને નવીનીકરણ, બજારની પહોંચ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપી શકશે. VGRC દ્વારા નિકાસ ક્ષમતાઓમાં વધારો થવાથી વડાપ્રધાનશ્રીના 'વોકલ ફોર લોકલ' વિઝનને વધુ વેગ મળશે.

આમ, GI ટેગ અને VGRC જેવી પહેલો દ્વારા ગુજરાત સ્થાનિક કારીગરોને સશક્ત બનાવીને અને તેમના વારસાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરીને આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલું ભરી રહ્યું છે.

 આ પણ વાંચો : ભરતસિંહ સોલંકીએ PM Modi ના કર્યા વખાણ ! તેમણે જે કહ્યું હતું તે સાચું સાબિત થયું

Tags :
Advertisement

.

×