Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ, તંત્રની ભૂલ બાદ કલેક્ટરે આપ્યું પુનઃનિર્માણનું આશ્વાસન

ગીર સોમનાથમાં આસ્થાના એક પ્રાચીન કેન્દ્ર પર તંત્રના હથોડા ચાલતા જ વાતાવરણ ગરમાયું છે. જે સ્થળે ભક્તોની ભીડ રહેતી ત્યાં આજે પોલીસનો કાફલો ઉતારવો પડ્યો. કલેક્ટર એનવી ઉપાધ્યાયે પોતે મેદાનમાં ઉતરીને તંત્રની મોટી ભૂલ કબૂલવી પડી છે. આખરે દેવસ્થાનના અસ્તિત્વને લઈને એવો કયો નિર્ણય લેવાયો કે રોષે ભરાયેલા લોકો શાંત થયા?
gir somnath  દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ  તંત્રની ભૂલ બાદ કલેક્ટરે આપ્યું પુનઃનિર્માણનું આશ્વાસન
Advertisement
  • Gir Somnath માં દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ!
  • ટ્રસ્ટ ઓફિસ સામે પ્રાચીન દેવસ્થાન પર તંત્રનો હથોડો
  • ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટતા સ્થિતિ તણાવપૂર્ણ
  • કલેક્ટર એનવી ઉપાધ્યાયે તંત્રની મોટી ભૂલનો કર્યો સ્વીકાર
  • દેવસ્થાનના પુનઃનિર્માણ માટે કલેક્ટરે આપી લેખિત ખાતરી
  • અનિચ્છનીય ઘટના રોકવા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત

Gir Somnath: સોમનાથ ટ્રસ્ટની ઓફિસ સામે આવેલા એક પ્રાચીન દેવસ્થાન (Ancient Temple) પર તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી (Demolition Drive) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે વિવાદ અને રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.

Gir Somnath: કલેક્ટરે ભૂલ સ્વીકારી

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર (District Collector) એનવી ઉપાધ્યાય તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકો સાથે સંવાદ સાધીને તેમણે સ્વીકાર્યું હતું કે, દેવસ્થાન પર કરવામાં આવેલી આ કાર્યવાહી તંત્રની ક્ષતિ અથવા ટેકનિકલ ભૂલને કારણે થઈ છે. કલેક્ટરે જાહેરમાં પોતાની ટીમની ભૂલ સ્વીકારીને લોકોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.

Advertisement

Gir Somnath_GUJARAT_FIRST

Advertisement

પુનઃનિર્માણની ખાતરી અને સુરક્ષા વ્યવસ્થા

કલેક્ટરે ખાતરી આપી હતી કે તોડી પાડવામાં આવેલા દેવસ્થાનનું વહીવટી તંત્ર દ્વારા તેના અસલ સ્વરૂપમાં જ પુનઃનિર્માણ (Reconstruction) કરવામાં આવશે. લોકોની માગ હતી કે આસ્થાના આ કેન્દ્રને યથાવત્ સ્વરૂપમાં સ્થાપવામાં આવે. આશ્વાસન બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ વહીવટી તંત્રની સંકલન શૂન્યતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: Indo-Pak નું આગામી ઘર્ષણ હશે વધુ ખતરનાક, ટ્રમ્પના જશ ખાંટવાથી મુશ્કેલી વધી!

Tags :
Advertisement

.

×