Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!
ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.
Advertisement
- તાલાલા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભુકંપનો આંચકો અનુભવાયો (Gir Somnath)
- 9:15 મિનિટ આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ
- વેરાવળ સહિત પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથમાં (Gir Somnath) ભૂંકપનાં આંચકો અનુભવાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં (Veraval) ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. રાતે અંદાજી 9:15 વાગ્યાની આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતી ધ્રુજી હોવાની માહિતી છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.

