Gir Somnath: LCB ના અધિકારીઓએ વેશ પલટો કરી 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો
- 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
- છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો
- આરોપી મહેન્દ્ર ભુંગાણી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી
Gir Somnath: ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરી વધી છે, તેની સામે ગુજરાત પોલીસ કાર્યવાહી પણ એટલી જ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગીર સોમનાથમાં પોલીસે 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ LCB ના અધિકારીઓએ વેશ પલટો કરી 14 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો છે અને તેના સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Bharuch: સિવિલ હોસ્પિટલમાં બની એક અજીબ ઘટના, અધૂરા મહિને બાળકનો જન્મ અને...
14 વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ભુંગાણીને પોલીસે પકડી પાડયો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતના ઓલપાડ વિસ્તારમાં જઈ ટ્રક ડ્રાઈવર તરીકેનો વેશ પલટો કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ભુંગાણીને પોલીસે પકડી પાડયો છે. આ ઇસમ ટ્રક માલિકનો સામાન બારોબાર વેચી બિનવારસુ મૂકી અલગ અલગ રાજ્યોમાં નાસી જવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
આ પણ વાંચો: Dahod: 4 માસની બાળકીને ડામ આપનાર આરોપીને કતવારા પોલીસે કર્યો રાઉન્ડ-અપ
આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અપનાવ્યો આ રસ્તો
હાલ પ્રયાગરાજ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હોય અને ડ્રાઇવિંગના કામે સુરત આવતા પોલીસે દબોચી લીધો અને કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો, પોલીસ પણ છેલ્લા ઘણાં સમયથી તેને શોધવા માટે મથામણ કરી રહીં હતી. જેથી આ વખતે પોલીસને બાતમી મળતા વેશ પલટો કરીને તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી હતીં. પરંતુ મૂળ વાત એ છે કે, અત્યારે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો અને કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરી છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


