ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir Somnath : ઉના-કોડીનાર હાઈવે પર કાર-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 3 આશાસ્પદ યુવકનાં મોત

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
11:55 PM Jan 28, 2025 IST | Vipul Sen
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
GS_Gujarat_first main
  1. Gir Somnath માં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  2. કાર અને ટ્ર્ક વચ્ચે અકસ્માતમાં 3 યુવકનાં મોત
  3. કારમાં 4 યુવાનો સવાર હતા, જેમાંથી 3 નાં મોત

ગીર સોમનાથમાં (Gir Somnath) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાર અને ટ્ર્ક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. કારમાં 4 યુવાન સવાર હતા, જેમાંથી ત્રણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. જ્યારે, એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે, ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : 1300 લોકો જોડે રૂ. 70 કરોડનું રોકાણ કરાવનારા સરકારી શિક્ષક સામે કડક કાર્યવાહી

ઉના-કોડીનાર હાઈવે પર ડોસાળા પાસે ગોઝારો અકસ્માત

માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાનાં (Gir Somnath) ઉના-કોડીનાર હાઈવે પર ડોસાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક એક-બીજા સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 3 યુવકનાં મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં 4 યુવક સવાર હતા, જે પૈકી 3 યુવકનાં અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે, એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે, જો કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે કોડીનારની (Kodinar) રાનાવળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Surat : MD ડ્રગ્સનાં સેવનથી 32 વર્ષીય રિક્ષાચાલકનું મોત થયું, પરિવારનો દાવો, ન્યાયની માગ

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલીને યુવકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાતનાં સમયે હાઇવે પર અકસ્માત થતાં સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી, જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ પણ વાંચો - Chhota Udepur : નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ તેજ, બે દિવસમાં કુલ 131 ઈચ્છુક ઉમેદવારો ફોર્મ લઈ ગયા

Tags :
car and truck AccidentDosalaGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliticsGujarati breaking newsGujarati NewsKodinarLatest News In GujaratiNews In GujaratiRaod AccidentSthanik Swaraj ElectionUna-Kodinar highway
Next Article