Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gir Somnath: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે, પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધિત

Gir Somnath: આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) સોમનાથની (Somnath) મુલાકાતે છે. આજે સવારે સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ જગદીશ વિશ્વકર્મા સાથે સોમનાથ મંદિર માં ધ્વજા પૂજામાં જોડાશે, જે બાદ તેઓ VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, જેમાં તેઓ PM મોદીના આગમનને લઈને માહિતી આપશે.
gir somnath  પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે  પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધિત
Advertisement
  • પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની (Somnath) મુલાકાત
  • સોમનાથ મંદિરમાં જગદીશભાઈ વિશ્વકર્મા ચડાવશે ધ્વજા
  • સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે જગદીશભાઈ વિશ્વકર્મા
  • ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો રહેશે હાજર
  • VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને પણ કરશે સંબોધિત

Gir Somnath: હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર (Somnath Temple) પર મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8થી 11 જાન્યુઆરી દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે પીએમ મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યાર તેઓ પણ સોમનાથ જવાના છેજેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની (Somnath) મુલાકાતે

મળતી માહિતી મુજબ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે છે ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સવારે સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા માં જોડાશે , જે બાદ તેઓ VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને જગદીશ વિશ્વકર્મા સોમનાથમાં પ્રેસ કોન્ફરન્સ યોજશે.

Advertisement

Advertisement

PM મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે

પીએમ મોદીના પ્રવાસ વિશે વાત કરવામા આવે તો પીએમ મોદી 10 થી 12 તારીખ સુધી ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન PM મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે. પીએમ મોદી11 જાન્યુઆરીએ સોમનાથ પોહોંચશે. પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે જે બાદ પીએમ મોદી શોભાયાત્રામાં ભાગ લેશે ત્યાર બાદ પીએમ મોદી ભાજપ સંગઠન અને પદાધિકારીઓને સંબોધન કરશે જેમાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા-મહાનગર ના પ્રમુખ, તાલુકા, નગરપાલિકા ના પ્રમુખ, પ્રભારી, જિલ્લા સહકારી બેંક તથા ડેરી ના આગેવાનો ઉપસ્થિત રહેશે આમ પીએમ મોદી સંગઠનના આગેવાનોને સ્થાનિકો સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વનું સંબોધન કરશે.

PMના પ્રવાસને લઈને ગીર સોમનાથ તંત્ર દ્વારા તૈયારીઓ

PMના પ્રવાસને લઈને ગીર સોમનાથ તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે અહીં 108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા પણ યોજાશે. જેમાં PM મોદીની આગળ અને પાછળ અશ્વો રહેશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે. જેમાં શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે અને સ્વાભિમાન યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે અને અહીં PM મોદી જાહેરસભાને સંબોધશે.

આ પણ વાંચો:  Ahmedabad: વટવામાં ડ્રેનેજ કામગીરી દરમિયાન ભેખડ ધસી, એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત

Tags :
Advertisement

.

×