ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Godhra: ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વીડિયોગ્રાફી અને વધારાના પોલીસ બંદોબસ્ત નું આયોજન કરાયું

Godhra: કાલોલ અને હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, ગોધરા નગરપાલિકા વોર્ડ 7 ની પેટા ચૂંટણી અને મોરવા હડફની ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
03:08 PM Feb 15, 2025 IST | VIMAL PRAJAPATI
Godhra: કાલોલ અને હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, ગોધરા નગરપાલિકા વોર્ડ 7 ની પેટા ચૂંટણી અને મોરવા હડફની ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
Godhra
  1. પેટા ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ
  2. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક તારવવામાં આવ્યા
  3. હાલોલ નગર પાલિકામાં ભાજપે 21 સદસ્યોને બિનહરીફ

Godhra: કાલોલ અને હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, ગોધરા નગરપાલિકા વોર્ડ 7 ની પેટા ચૂંટણી અને મોરવા હડફની ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લામાં કુલ 80 મથક ખાતે મતદાન પ્રક્રિયા યોજાનાર છે જેના માટે જરૂરી ઇવીએમ મશીન અને સ્ટેશનરી સાહિત્ય તેમજ પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચાડી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : કરજણના વોર્ડ - 1 માં મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્તની માંગ

12 સંવેદનશીલ અને 3 અતિ સંવેદનશીલ મતદાન મથક તારવાયા

આ જિલ્લામાં કુલ 12 સંવેદનશીલ અને 3 અતિ સંવેદનશીલ મતદાન મથક તારવવામાં આવ્યા છે જ્યાં તંત્ર દ્વારા વીડિયો ગ્રાફી અને વધારાના પોલીસ બંદોબસ્ત નું આયોજન કરાયું છે. હાલોલ નગર પાલિકામાં ભાજપે 21 સદસ્યોને બિનહરીફ કરી મતદાન પ્રક્રિયા પૂર્વે સત્તા હાંસલ કરી છે.જયારે કાલોલ નગરપાલિકામાં ભાજપે સાત બેઠકો બિન હરીફ કરવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો: આજથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂ, 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

કાલોલ નગરપાલિકાના 21 સભ્યો માટે કાલે મતદાન

નોંધનીય છે કે, આવતી કાલે હાલોલ નગરપાલિકાના 15 અને કાલોલ નગરપાલિકાના 21 સભ્યો માટે મતદાન યોજાશે. જ્યારે મોરવા હડફની ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠક અને ગોધરા નગરપાલિકા વોર્ડ 7 ની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે.હવે જોવાનું એ રહે છે કે, લોકો કોના તરફી મતદાન કરે છે અને કોના પર જીતનો કળશ ઢોળે છે. જો કે, જીતનો દાવો તો દરેક ઉમેદવારો કરી રહ્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GodhraGodhra Latets NewsGodhra NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsLatest Local Body election NewsLocal Body ElectionLocal body Election NewsLocal body Election Update
Next Article